મેં જીવનભર રંગભેદનો સામનો કર્યો.. પૂર્વ ભારતીય ક્રિકેટરે કર્યો ચોંકાવનારો ખુલાસો

ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્ણ શિવરામકૃષ્ણને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સ્પિનરે જણાવ્યું કે, તેમણે જીવનભર રંદભેદનો સામનો કર્યો છે. આ પહેલા અભિનવ મુકુંદે સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. 

મેં જીવનભર રંગભેદનો સામનો કર્યો.. પૂર્વ ભારતીય ક્રિકેટરે કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ રામકૃષ્ણને આરોપ લગાવ્યો છે કે તેમણે જીવનભર રંગભેદનો સામનો કર્યો છે, જે તેમના પોતાના દેશમાં પણ કરવામાં આવ્યો છે. શિવરામકૃષ્ણન ભારત માટે નવ ટેસ્ટ અને 16 વનડે રમી ચુક્યા છે. તેમણે ઈંગ્લેન્ડ ક્રિકેટને ચર્ચામાં લાવનાર રંગભેદ પ્રકરણના સંદર્ભમાં પોતાનો અનુભવનો ખુલાસો કર્યો છે. શિવરામકૃષ્ણને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યુ- મેં મારી જિંદગીમાં રંગને કારણે ભેદભાવ અને આલોચનાનો સામનો કર્યો છે, તેથી હવે મને તે પરેશાન કરતું નથી. દુર્ભાગ્યથી આ મારા પોતાના દેશમાં થયું. 

પૂર્વ લેગ સ્પિનર તે ટ્વિટર પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં કોમેન્ટ્રેટરો પર ઓનલાઇન ટ્રોલિંગનો સંકેત આપવામાં આવ્યો હતો. શિવરામકૃષ્ણ એકમાત્ર ભારતીય ખેલાડી નથી જેણે ભેદભાવની વાત કરી છે. પરંતુ તમિલનાડુના ઓપનિંગ બેટર અભિનવ મુકુંદે પણ 2017માં સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. મુકુંદે ભારત માટે સાત ટેસ્ટ રમી છે. તેણે ટ્વિટર પેજ પર એક નિવેદન પોસ્ટ કર્યુ હતુ, જેમાં લખ્યુ હતું- હું 15 વર્ષની ઉંમરથી દેશમાં અને દેશની બહાર યાત્રા કરતો રહ્યો છું. જ્યારે હું યુવા હતો, ત્યારથી લોકોએ મારા ત્વચાના રંગ પ્રત્યે શંકા મારા માટે હંમેશા રહસ્ય બની રહી છે. 

— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) November 26, 2021

તેણે કહ્યું હતું- જે પણ ક્રિકેટનું અનુકરણ કરે છે, તે તેને સમજશે. હું તડકામાં દિવસભર ટ્રેનિંગ કરતો અને રમી રહ્યો છું અને ક્યારેય પણ મને ત્વચાનો રંગ કાળો પડવાનો પસ્તાવો થયો નથી. આવું એટલા માટે કારણ કે હું જે કરુ છું તે મને પસંદ છે અને આઉટડોર કલાકોના અભ્યાસ બાદ હું ચોક્કસ વસ્તુને હાસિલ કરવામાં સફળ થયો છું. હું ચેન્નઈથી છું જે દેશના સૌથી ગરમ સ્થાનોમાંથી એક છે. પાછલા વર્ષે પૂર્વ ભારતીય અને કર્ણાટકના ફાસ્ટ બોલર ડોડા ગણેશે પણ નસ્કીય ભેદભાવના અનુભવ વિશે જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news