જેક્લીને આ શું કર્યું? રોડ છાપ ગુંડાને બનાવ્યો પોતાનો બોયફ્રેંડ જાણીને ચોંકી ઉઠશો

Updated By: Nov 28, 2021, 11:04 PM IST
જેક્લીને આ શું કર્યું? રોડ છાપ ગુંડાને બનાવ્યો પોતાનો બોયફ્રેંડ જાણીને ચોંકી ઉઠશો

* જેક્લિને આ શું કર્યું? જોવો પણ ન ગમે તેવા ગુંડાને પોતાનો બોયફ્રેંડ બનાવ્યો, વિગત જાણી ચોંકી ઉઠશો

મુંબઇ : બોલિવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાઇન્ડિઝ થોડા સમય અગાઉ મની લોન્ડરિંગ કેસના કારણે ચર્ચાનું કેન્દ્ર છે. આ કેસમાં જો કે હવે એક ખુબ જ મોટો પુરાવો સામે આવ્યો છે. થોડા સમય પહેલા જેક્લીન અને લાંચના કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખરના રિલેશન અંગેની માહિતી સામે આવી હતી. હાલ સોશિયલ મીડિયા પર એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં બંન્ને વચ્ચેના સંબંધો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. જો કે આ તપાસ એજન્સીની પુછપરછમાં જેક્લીને સુકેશને ડેટ કરી રહી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. 

VIRAL VIDEO : આ વીડિયો જોઇને ઉચ્ચ અધિકારીઓથી માંડી સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત

વાયરલ થઇ રહેલી તસ્વીર એક મિરર સેલ્ફી છે. તસ્વીરમાં સેલ્ફી લઇ રહેલા સુકેશ જેક્લીનને ગાલ પર કિસ કરી રહેલી અને બંન્ને ખુબ જ રોમાન્ટીક અંદાજમાં જોવા મળી રહ્યા છે. જેના પર સ્પષ્ટ પણે વર્તાઇ રહ્યું છે કે, બંન્ને રિલેશનમાં છે. જો કે રિપોર્ટ પ્રમાણે આ તસ્વીરો સુકેશ જ્યારે તિહાડ જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યો ત્યારની છે. તે બહાર આવીને ફ્લાઇટમાં ચેન્નાઇ ગયો હતો. આ તસ્વીરો ચેન્નાઇની કોઇ ફાઇવ સ્ટાર હોટલનો હોવાનું સામે આવી રહ્યું છે. 

પાણીદાર ગુજરાત: આ પાંચ નગરનિગમોની વ્યવસ્થા સુધારમાં મુખ્યમંત્રીએ આપ્યા કરોડો રૂપિયા

રિપોર્ટ અનુસાર સુકેશનાં હાથમાં રહેલો આઇફોન 12 પ્રોથી જ તે ઇઝરાયેલના સિમ કાર્ડનો ઉપયોગ કરીને 200 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી રહ્યો છે. જામીન મળ્યા બાદ સુકેશ આ જ ફોન વાપરી રહ્યો છે. ઇડી માટે આ તસ્વીર મહત્વની છે. કારણ કે આ તસ્વીરમાં બંન્ને ખુબ જ રોમાન્ટીક અંદાજમાં જોવા મળે છે. દરોડા પાડ્યા બાદ ઇડીના અનુસાર 17 વર્ષની ઉંમરથી ગુનાખોરીની દુનિયા સાથે સંડોવાયેલો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube