INDvsAUS: ફાફ ડુ પ્લેસિસે ઓસ્ટ્રેલિયાને આપી સલાહ, વિરાટને છંછેડવો નહીં

ડુ પ્લેસિસે કહ્યું કે, તેની ટીમ (સાઉથ આફ્રિકા)એ આ વર્ષની શરૂઆતમાં રમાયેલી શ્રેણીમાં કોહલીનો સામનો ચુપચાપ કર્યો હતો. 
 

INDvsAUS: ફાફ ડુ પ્લેસિસે ઓસ્ટ્રેલિયાને આપી સલાહ, વિરાટને છંછેડવો નહીં

મેલબોર્નઃ સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ભારત વિરુદ્ધ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયાને મુખ્ય સલાહ આપી છે. . ડુ  પ્લેસિસે કહ્યું કે તેમની ટીમે આ વર્ષની શરૂઆતમાં રમાયેલી સિરીઝમાં કોહલીનો સામનો ચુપચાપ કર્યો હતો.  મહત્વપૂર્ણ છે કે 21 નવેમ્બરથી ભારત ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સિરીઝ રમશે અને 6 ડિસેમ્બરથી 4 ટેસ્ટ મેચની સિરીઝ  રમશે.

ડુ પ્લેસિસે કહ્યું કે, તેની ટીમે આ વર્ષની શરૂઆતમાં રમાયેલી શ્રેણીમાં કોહલીનો સામનો ચુપચાપ કર્યો હતો. તેણે કહ્યું,  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા ખેલાડી છે, જેને ટકરાવ પસંદ છે. વિરાટ પણ તેમાંથી એક છે. દક્ષિણ આફ્રિકાએ તે  શ્રેણીમાં ભારતને 2-1થી હરાવ્યું હતું પરંતુ કોહલીએ ત્રણ ટેસ્ટ મેચોમાં 47.66ની એવરેજથી 286 રન બનાવ્યા હતા. 

ડુ પ્લેસિસે કહ્યું, દરેક ટીમમાં એવા એક બે ખેલાડી છે જેના વિશે અમે તેની વિરુદ્ધ રમતા પહેલા વાત કરીએ છીએ.  અમારી રણનીતિ તેની સામે ખામોશ રહેવાની હોય છે. તેણે કહ્યું, કોહલી શાનદાર ખેલાડી છે. આપણે તેની સામે ચુપ  રહ્યાં, પરંતુ તેણે રનબનાવ્યા, પરંતુ વધુ નહીં. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત 3 ટી20, 4 ટેસ્ટ અને ત્રણ  વનડે મેચ રમશે. આ શ્રેણીનો પ્રારંભ 21 નવેમ્બરથી થશે. 

પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાના ઇરાદે ભારતીય ક્રિકેટ ટીમ લાંબા સમય બાદ ઓસ્ટ્રેલિયામાં છે. જ્યાં તે ચાર ટેસ્ટ,  ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. પ્રવાસની શરૂઆત ટી-20 શ્રેણીથી થશે. 21 નવેમ્બરે પ્રથમ મેચ રમાશે.  ભારત પાસે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં હરાવવાની સારી તક છે. ઓસ્ટ્રેલિયાના 2 મુખ્ય બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને  ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષનો પ્રતિબંધ ઝીલી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની સ્લેજિંગ નહી કરીએ: વિરાટ
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થયા પહેલા કહ્યું હતું, "મને લાગે છે કે આ સ્લેજિંગનો મામલો અંગત છે  પરંતુ જ્યારે મેદાન પર વિવાદમાં સામેલ થવા અથવા જેને લોકો ઝઘડાનું નામ આપે છે, તેની વાત છે તો મને દરેક  રીતે કોઇ વિવાદ વગર રમવાનું સારૂ લાગશે. કોહલીએ એક સમયે પોતાના આક્રમક વ્યવહારને કારણે ટિકાનો સામનો  કરવો પડ્યો હતો પરંતુ તેને કહ્યું કે તે પોતાની કરિયરના તે સમયમાંથી બહાર આવી ચુક્યો છે અને એક વ્યક્તિના  રૂપમાં વધુ પરિપકવ થઇ ગયો છે.ઇશાંત શર્માએ કહ્યું કે જો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્લેજિંગ કરે છે તો તેને કોઇ તકલીફ  નહી થાય જો તે શરૂઆત કરશે તો તે પણ જવાબ આપવા સક્ષમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news