આજે છે ટેસ્ટ ક્રિકેટનો Happy Birthday, જાણો કઈ રીતે બન્યા હતા રેકોર્ડ

પ્રથમ ટેસ્ટ મેચ હોવાને કારણે અનેક રેકોર્ડ બન્યા. તેમાં એક ઓવર 6ને બદલે ચાર બોલની હતી. 

 

આજે છે ટેસ્ટ ક્રિકેટનો Happy Birthday, જાણો કઈ રીતે બન્યા હતા રેકોર્ડ

નવી દિલ્હીઃ આધુનિક ક્રિકેટમાં ટી20ની ચમકે ભલે ટેસ્ટ ક્રિકેટનો રંગ થોડો હલ્કો કરી દીધો હોય, પરંતુ ઇતિહાસ સાક્ષી છે ક્રિકેટને ટેસ્ટ મેચો સુદી પહોંચવા માટે લગભગ ઘણી સદીઓ લાગી છે. 15 માર્ચને ટેસ્ટ ક્રિકેટનો જન્મદિવસ કહી શકાય છે, એટલે કે ત્યારે દુનિયાએ પ્રથમ ટેસ્ટ મેચનો જોયો. આ પહેલા ક્રિકેટનો ઇતિહાસ અનોપચારિક મેચોના માધ્મયથી આગળ વધતો હતો, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવાના અનેક પ્રયાસો ચાલુ હતા. આ પ્રયાસો ત્યારે રંગ લાવ્યા જ્યારે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો. 

15 થી 19 માર્ચ 1877 વચ્ચે મેલબોર્ન ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ. ટેસ્ટ મેચોનું અસ્તિત્વ 140 વર્ષ જૂનુ થઈ ગયું છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટને માન્યતા 1877માં મળી. આ તે સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને ખૂબ નબડી ગણવામાં આવતી હતી. ઈંગ્લેન્ડની સામે તેને એકદમ શિખાઉ ટીમ માનવામાં આવતી હતી. ઓસ્ટ્રેલિયાના સુકાની હતા ડેવિડ વિલિયમ જોર્જી. મહત્વની વાત છે કે આ ટેસ્ટ મેચનો કોઇ સમય નક્કી ન હતો. તેમછતા પ્રથમ ટેસ્ટ મેચ માત્ર પાંચ દિવસ ચાલ્યો. આ બંન્ને ટીમના 22 ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 

ચાર બોલરની હતી એક ઓવર
પ્રથમ ટેસ્ટ હોવાને કારણે આ મેચમાં અનેક રેકોર્ડ બન્યા. આ સમયે એક ઓવર માત્ર ચાર બોલની હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન વિલિયમે ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો પ્રથમ બોલ ફેંકવાનો મોકો ઈંગ્લેન્ડના અલ્ફ્રેડ શોને મળ્યો, જ્યારે પ્રથમ બોલ રમવાનો શ્રેય ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ બૈનરમૈનને મળ્યો. 

બન્યા ઘણા રેકોર્ડ
ચાર્લ્સ બૈનરમૈને 285 મિનિટ બેટિંગ કરતા 165 રનની ઈનિંગ રમી. તે રિટાયર્ડ હર્ટ થનારો પ્રથમ ખેલાડી બન્યો. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ વિકેટ માત્ર બે રને ગુમાવી હતી. એલેન હિલ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ વિકેટ અને કેચ લેનારો ખેલાડી બન્યો. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 245 રન બનાવી આઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડની તરફથી જેમ્સ સાઉથટર્ન અને એલ્ફ્રેડ શોએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. જ્યારે ઈંગ્લેન્ડ બેટિંગમાં આવ્યું ત્યારે તેને તેનું પ્રભુત્વ સાબિત કરવાનું હતું. પરંતુ ઈન્ગ્લેન્ડની ટીમ માત્ર 196 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ઓસ્ટ્રેલિયાને 49 રનની લીડ મળી. ઈંગ્લેન્ડ તરફથી રે હૈરી જપે સૌથી વધુ 63 રન બનાવ્યા. હૈરી ચાર્લ્સવુડે 36 અને એલેન હિલે 35 રન બનાવ્યા. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 104 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી એલ્ફ્રેડ શોએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર પાંચ વિકેટ ઝડપી. 

ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા જીત્યું
હવે ઈંગ્લેન્ડ સામે જીત માટે 154 રનનો ટાર્ગેટ હતો. લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડ સરળતાથી ચેઝ કરી લેશે. પરંતુ થોમલની બોલિંગ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેન ન ટકી શક્યા. થોમલે 33.1 ઓવરમાં 55 રન આપીને 7 વિકેટ ઝડપી. તેણે 12 ઓવર મેડન ફેંકી હતી. ઈંગ્લેન્ડની આખી ટીમ 108 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. આમ  ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 45 રનથી જીત્યો હતો. 

આ રીતે ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ ટેસ્ટ મેચ રમવામાં આવ્યો. મહત્વની વાત છે કે આ મેચ માત્ર ચાર દિવસ ચાલ્યો. નવા બનેલા મેલબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ દિવસે 4500 દર્શકો જ્યારે બીજા દિવસે આ સંખ્યા ઘટીને 4 હજાર થઈ ગઈ, પરંતુ મેચના ત્રીજા દિવસે આ સંખ્યા વધીને 10 હજાર સુધી પહોંચી હતી. આમ ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ લખ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news