Whatsapp માં આ 5 ફીચર્સ છે જોરદાર, શું તમે જાણો છો?
Trending Photos
નવી દિલ્હી: વોટ્સઅપ આપણી જીંદગીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યું છે. સમયની સાથે-સાથે વોટ્સઅપ પોતાના ફીચરમાં ફેરફાર કરી રહ્યું છે જેના લીધે યૂજર્સને તેનાથી દૂર થવાની તક મળી શકતી નથી. વોટ્સઅપ યૂજસની ડિમાંડને ધ્યાનમાં રાખતા હંમેશા અપગ્રેડ થતું રહે છે. તેમાં 5 ફીચર્સ એવા છે જેને વિશે જાણવું યૂજર્સ માટે ખૂબ જરૂરી છે.
વોટ્સઅપ પર જુઓ યૂટ્યૂબ વીડિયો:
સૌથી ખાસ ફીચરની વાત કરીએ તો તેમાં વોટ્સઅપમાં જ યૂટ્યૂબ વીડિયો જોઇ શકાશે. સાથે જ યૂજર્સ લાઇવ વીડિયો જોતાં ચેટ પણ કરી શકશે. સીધા વોટ્સઅપ પર જ યૂટ્યૂબ વીડિયો જોઇ શકશે. જો કે આ ફીચર પિક્ચર ઇન પિક્ચર (PiP) ને સપોર્ટ કરશે.
ફોટો અને વીડિયોમાં સ્ટીકર:
વોટ્સઅપ યૂજર્સ ફોટો અને વીડિયોને સ્ટીકરની સાથે મોકલી શકે છે. આ ફીચર એડ થવાથી યૂજર્સને ચેટ ઓપ્શનમાં સ્ટીકર મળે છે. યૂજર્સ પોતાનો ફોટો અને વીડિયોને યૂનિક સ્ટીકર્સની સાથે મોકલી શકે છે. યૂજર્સને ફોનમાં લાઇવ લોકેશનને શેર કરવાની સુવિધા પણ મળે છે.
મિત્રોને કરો મની ટ્રાંસફર:
વોટ્સઅપએ મની ટ્રાંસફર સર્વિસ શરૂ કરી દીધી છે. તેના પર તમે કોઇપણ ખાતા ધારકને યૂનીફાઇડ પેમેંટ ઇંટરફેસ (યૂપીઆઇ)ના માધ્યમથી પૈસા ટ્રાંસફર કરી શકો છો. રિપોર્ટ અનુસાર આ પહેલી મોબાઇલ એપ હશે જે ડિજિટલ પેમેંટ માટે મલ્ટી-બેંક પાર્ટનરશિપ પર કામ કરશે.
મેસેજ ડિલીટની સુવિધા:
વોટ્સઅપ યૂજર્સ માટે આ ફીચર્સ સૌથી કમાલનું છે. delete for everyone નામથી આ ફીચરમાં ભૂલથી મોકલવામાં આવેલા મેસેજને પરત લઇ શકાય છે. વોટ્સઅપના રિકોલ ફીચર ડિલીટ ફોર એવરીવન વડે ભૂલથી કોઇને મેસેજ સેંડ કરી દીધો તો તેને તમે પરત લઇ શકો છો.
લાસ્ટ ઓનલાઇન સંતાડો:
વોટ્સઅપ પર બાય ડિફોલ્ટ લાસ્ટ સીન અને રીડ રીસીપ્ટનું ઓપ્શન ઓન રાખે છે. પરંતુ તમે તેને સેટિંગમાં જઇને બદલી શકો છો. પરંતુ જ્યારે તમે તેને ડિસ્બેલ કરશો એટલે કે તમે આ ઓપ્શન સિલેક્ટ કરશો તો તમારા દ્વારા વાંચવામાં આવેલી ચેટનો સમય દેખાશે નહી અને છેલ્લે તમે વોટ્સઅપ ક્યારે જોયું હતું તે પણ દેખાશે નહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે