ઇમરાન પાસે શાંતિની આશા હતી, નફરતની નહીં: હરભજન સિંહ

ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને મોહમ્મદ શમીએ ભારતને ધમકી આપવાના નિવેદનને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ટીકા કરી છે. ઇમરાને હાલમાં યૂએનજીસીમાં ભાષણ આપતા નફરતની ભાષા બોલી હતી. 
 

ઇમરાન પાસે શાંતિની આશા હતી, નફરતની નહીં: હરભજન સિંહ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને મોહમ્મદ શમીએ ભારતને ધમકી આપવાના નિવેદનને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ટીકા કરી છે. ઇમરાને હાલમાં યૂએનજીસીમાં ભાષણ આપતા નફરતની ભાષા બોલી હતી. 

શમીએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર ટ્વીટ કર્યું, 'મહાત્મા ગાંધીએ પોતાની જિંદગીમાં પ્રેમ, ભાઈચારો અને શાંતિનો સંદેશ આપ્યો. ઇમરાન ખાને યૂએનના મંચથી ધમકી આપી અને નફરતની વાત કરી. પાકિસ્તાનને એવો નેતા જોઈએ જે વિકાસ, નોકરી અને આર્થિક વિકાસની વાત કરી ન કે યુદ્ધ અને આતંકવાદને આશરો આપવાની.'

— Mohammad Shami (@MdShami11) October 2, 2019

તો હરભજને કહ્યું, 'યૂએનજીએના ભાષણમાં ભારત વિરુદ્ધ ન્યૂક્લિયર લડાઈના સંકેત આપવામાં આવ્યા. એક મુખ્ય વક્તા હોવાને નામે ઇમરાન ખાન દ્વારા 'ખૂની સંઘર્ષ', 'અંત માટે લડાઈ' જેવા શબ્દોનો પ્રયોગ બે દેશો વચ્ચે માત્ર નફરતમાં વધારો કરશે. એક ખેલાડી હોવાના નાતે મને તેની પાસે શાંતિને પ્રોત્સાહન આપવાની આશા હતી. 

— Harbhajan Turbanator (@harbhajan_singh) October 2, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news