પાકિસ્તાન વડાપ્રધાન News

ખતરામાં છે ઈમરાન ખાનની ખુરશી, પાકિસ્તાનમાં તેમને સત્તા પરથી હટાવવા ચાલી રહ
પાકિસ્તાન (Pakistan) માં ઈમરાન સરકારને સત્તા પરથી હટાવવા માટે આઝાદી માર્ચ અને દેશવ્યાપી ધરણા બાદ હવે આંદોલનના આગામી ચરણ પર વિચાર કરવા જમિયતે ઉલેમાએ ઈસ્લામ-એફ (જેયુઆઈ-એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને (Fazlur Rehman) તમામ દળોનું એક સંમેલન બોલાવ્યું છે. મીડિયા રિપોર્ટમાં રવિવારે જણાવવામાં આવ્યું કે, આ સંમેલન મંગળવારે ઈસ્લામાબાદ (Islamabad)માં થશે અને તેમાં નવ પ્રમુખ વિપક્ષી દળોના નેતાઓને સામેલ થવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. ફઝલુર રહેમાને વિપક્ષી દળોના અનેક મોટા નેતાઓની સાથે સાથે પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (Pakistan peoples party) ના ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારી સાથે વાત કરીને તેમને સંમેલનમાં આવવા આમંત્રણ આપ્યું છે.
Nov 25,2019, 12:53 PM IST

Trending news