Hockey: પકોડી વેચનાર પિતાની દીકરી બની હોકીની ઈન્ટરનેશનલ ખેલાડી, જાણો સફળતાનું રહસ્ય

દૌસા જિલ્લાના મંડાવર ગામની રહેવાસી દીકરી શિવાનીએ જે રીતે પોતાની કારકિર્દીમાં હોકી જેવી રમતને પસંદ કરી અને અનેકવાર નેશનલ રમતમાં રમી. જ્યારે અંડર-16માં તો તે ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂકી છે. હવે શિવાનીની ભારતીય ટીમમાં પસંદગી થતાં ટોપ-20 પ્લેયરમાં પસંદગી કરવામાં આવી છે.

Hockey: પકોડી વેચનાર પિતાની દીકરી બની હોકીની ઈન્ટરનેશનલ ખેલાડી, જાણો સફળતાનું રહસ્ય

નવી દિલ્લી: જો મનમાં જોશ અને જુસ્સો હોય તો રસ્તો આપોઆપ મળી જાય છે. અભાવમાં પણ અનેક અવસર શોધી લે છે. આવી જ કહાની છે રાજસ્થાનના દૌસામાં એક ગામની રહેવાસી શિવાનીની. જેણે પોતાની કારકિર્દીમાં હોકી જેવી રમતને પસંદ કરી અને અનેકવાર નેશનલ રમતમાં રમી. જ્યારે અંડર-16માં તો તે ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂકી છે. હવે શિવાનીની ભારતીય ટીમમાં પસંદગી થતાં ટોપ-20 પ્લેયરમાં પસંદગી કરવામાં આવી છે.
 

No description available.

કોણ છે શિવાની:
શિવાનીના પિતા કોઈ ધનવાન વ્યક્તિ નથી. તે દૌસાના મંડાવર ગામમાં પકોડી વેચે છે. દૌસા જિલ્લાના મંડાવર ગામમાં રહેનારી સીતારામ સાહૂની પુત્રી શિવાના સાહૂ આખા દેશમાં નામ કમાઈ રહી છે. 2012માં પોતાના જ ગામમાં જર્મન નેશનલ પ્લેયર આંદ્રેયા પાસે કોચિંગ લઈને હોકીના પાઠ ભણી. તેના પછી રાજસ્થાનમાંથી નેશનલ પણ રમી. 2013થી 2018 સુધી રાજસ્થાનની ટીમનો ભાગ રહી.

કેટલો અભ્યાસ કર્યો:
શિવાની અંડર-17 સબ જુનિયર ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે. હોકીમાં પોતાની કારકિર્દી બનાવવા અને એજ્યુકેશનને પણ વધારવાના ઉદ્દેશ્યથી શિવાની 2018માં મુંબઈ આવી ગઈ. તેના પછી ગુરુ નાનક ખાલસા ઈંગ્લિશ મીડિયમ સ્કૂલથી સીનિયર સેકંડરી પાસ કર્યું.. ત્યારબાદ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે પુણે શિફ્ટ થઈ ગઈ. હાલમાં તે પુણે યુનિવર્સિટીની બીએની સ્ટુડન્ટ છે. અને મહારાષ્ટ્ર માટે નેશનલ રમે છે.

હોકીમાં શિવાનીની કારકિર્દી:
શિવાની સાહૂ 2016માં અંડર-17ની ભારતીય ટીમનો ભાગ પણ રહી ચૂકી છે. શિવાનીના સપનાને ત્યારે પાંખો આવી જ્યારે તેની નેશનલ સેન્ટર ઓફ એક્સીલેન્સ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 60 ખેલાડીઓમાં પસંદગી થઈ અને તેના પછી હવે તે ટોપ-20 પ્લેયરમાં પણ જગ્યા મેળવવામાં સફળ રહી છે. આ 20 ખેલાડીઓમાં ભારતીય ટીમના હોકી ખેલાડીઓ પણ છે. સાથે જ શિવાની સાહૂ પણ છે.

શિવાની કોને શ્રેય આપે છે:
આ 20 ખેલાડીઓમાંથી હોકી રમતની ભારતીય ટીમની પસંદગી થશે. કુલ 18 પ્લેયર પસંદ થશે, જેમાંથી 11 મેદાનમાં રમે છે. હોકીની ભારતીય ટીમના ભાગ બનવાના આરે આવી ગયેલી શિવાની સાહૂ પ્રસન્ન છે. અને પોતાની સફળતાનો શ્રેય હોકી કોચ આંદ્રેયા અને પોતાના પરિજનોને આપે છે. શિવાનીનું કહેવું છે કે તેનો પરિવાર ગામમાં રહે છે. અને તેના પિતા પકોડીનો સ્ટોલ લગાવે છે. એવામાં સામાન્ય પરિવારની પુત્રી હોવા છતાં પણ પરિજનોએ સ્વતંત્રતા આપી અને તેના લક્ષ્યને પૂરું કરવા માટે મુંબઈ અને પુણે સુધી મોકલી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news