હોકી વિશ્વ કપઃ ફ્રાન્સે આર્જેન્ટીનાને હરાવી આગામી રાઉન્ડમાં કર્યો પ્રવેશ

હોકી વિશ્વકપમાં ગુરૂવારે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને 5-3થી હરાવીને ફ્રાન્સે અપસેટ સર્જયો હતો. 
 

 હોકી વિશ્વ કપઃ ફ્રાન્સે આર્જેન્ટીનાને હરાવી આગામી રાઉન્ડમાં કર્યો પ્રવેશ

ભુવનેશ્વરઃ હોકી વિશ્વકપના 18મા મેચમાં ફ્રાન્સે આર્જેન્ટીનાને હરાવીને ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જયો હતો. કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ફ્રાન્સે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને 5-3થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.

આ જીતની સાથે ફ્રાન્સના પૂલમાં ચાર પોઈન્ટ લઈને બીજુ સ્થાન હાસિલ કરી આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ ક્વાર્ટરમાં આર્જેન્ટીનાએ પોતાનો બદબદો દેખાડ્યો. તેણે સતત ફ્રાન્સને ઘેર્યું હતું, ત્રણ વાર તે ગોલ કરવાની નજીક આવ્યા પરંતુ અસફળ રહી હતી. 

આર્જેન્ટીના આક્રમક રમત બાદ પણ ફ્રાન્સથી ગોલ કરવામાં પાછળ રહ્યું હતું. 18મી મિનિટમાં હ્રયૂગો જેનેસ્ટેટે ગોલ કરીને ફ્રાન્સને 1-0ની લીડ અપાવી હતી. એક ગોલની લીડ લીધા બાદ ફ્રાન્સને 23મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો અને તેના પર વિક્ટર ચાલ્ર્ટે ગોલ કરીને પોતાની ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. 

ત્યારબાદ આર્જેન્ટીના પર દબાવ વધ્યો હતો. ત્રણ મિનિટ બાદ અરિસ્ટિડે કોઇસ્નેએ ફીલ્ડ ગોલ કરીને ફ્રાન્સને 3-0થી આગળ કરી દીધું હતું. 

આર્જેન્ટીના માટે લુકાસ માર્ટિનેજ થોડી રાહત લઈને આવ્યો હતો. તેણે 28મી મિનિટમાં આ મેચનો ચોથો અને આર્જેન્ટીના માટે પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ ફ્રાન્સના ગૈસપાર્ડ બાઉમાર્ગટેને શાનદાર પાસ પર ડાઇવ મારીને ફ્રાન્સને 4-1થી આગળ કરી દીધું હતું. આર્જેન્ટીના પાસે આ મેચમાં વાપસી કરવા માટે 30 મિનિટનો સમય બચ્યો હતો. ત્રીજા ક્વાર્ટની 43મી મિનિટમાં તેનો પેનલ્ટી કોર્નર મળ્યો અને ગોંજાલો પિલાટે ગોલ કરીને સ્કોર 4-2 કરી દીધો હતો. 

ફ્રાન્સની જીતની આશાને ઝટકો લાગી રહ્યો હતો તેમ લાગતું હતું અને ચોથા ક્વાર્ટરમાં ગોંજાલોએ 48મી મિનિટમાં વધુ એક પેનલ્ટી કોર્નરની મદદથી ગોલ કરીને સ્કોર 4-3 કરી દીધો હતો. મેચની 54મી મિનિટમાં ફ્રાંકોઇસ ગોયેટે વધુ એક ગોલ કરીને ફ્રાન્સને 5-3ની લીડ અપાવી હતી. ત્યારબાદ આર્જેન્ટીના વાપસી ન કરી શક્યું અને ફ્રાન્સે 5-3થી મેચ જીતીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news