હોકી વિશ્વ કપ: નેધરલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું, હવે ભારત સાથે થઇ શકે છે ટક્કર
પહેલા હાલ્ફમાં 2-1થી બઢત મેળવ્યા બદ નેધરલેન્ડની ટીમે ગોલનું અંતર વધારતી ગઇ અને ચોથા હોલ્ફમાં 5-1 કરી લીધા હતા
Trending Photos
ભુવનેશ્વર: પહેલા હાલ્ફમાં 2-1થી બઢત મેળવ્યા બદ નેધરલેન્ડની ટીમે ગોલનું અંતર વધારતી ગઇ અને ચોથા હોલ્ફમાં 5-1 કરી લીધા હતા. આ જીત મેળવવા છતા નેધરલેન્ડ સીધી ક્વોટરફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી કારણ, કે આ ટૂર્નામેન્ટમાં જર્મનીએ ત્રણ મેચ જીતી અને ટૂર્નામેન્ટમાં પ્રથમ રહીને સીધો જ ક્વોર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે નેધરલેન્ડની ટક્કર ભારત સાથે થવાની શક્યતાઓ છે. પરંતુ તેના માટે પહેલા કેનેડાને હરાવવું પડશે.
આ મેચમાં નેધકલેન્ડનો પહેલો ગોલ છઠ્ઠી મીનીટમાં કર્યો તેના તરત જ પાકિસ્તાને નવમી મીનીટી ગોલ કરીને રમતમાં વાપસી કરી હતી. નેધરલેન્ડની ટીમ માટે થીએરી બ્રિકમેને સાતમી અને વેલેંટિન વેર્ગાએ 27મી મીનીટે ગોલ કર્યો હતો. નેધરલેન્ડ બીજા હાલ્ફમાં પણ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ ગોલ કર્યા હતા. ટીમ માટે બૉબ વૂગડે 37મી મીનીટે, જૉરિટ ક્રુને 47મી મીનીટ તથા ડેક વીર્ડેને 59મી મીનીટે ગોલ કર્યો હતો.
જર્મનીની ટીમે મલેશિયાને 5.3થી માત આપી દીધી છે. કલિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં જર્મીનએ મલેશિયાને હાર આપીને ગ્રુપ સીમાં પ્રથમ સ્થાન હાંસલ કરી ક્લાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અને મલેશિયા હવે ક્વાર્ટર ફાઇનલની દોડથી બહાર થઇ ગયું છે.
ચારે પૂલથી મુખ્ય ટીમ સીધા ક્વાર્ટફાઇનલમાં પહોંચી જશે. જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેતી ટીમ અંતિમ આઠમાં પ્રવેશ કરવા માટે એખ બીજા સામે ક્રોસ ઓવર મુકાબલો રમશે. અત્યાર સુધી પૂલ-એમાં આર્જેન્ટીનાએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. જ્યારે આ ગ્રુપથી ફ્રાંસ અને ન્યૂઝીલેન્ડે ક્રોસ ઓવરના મુકાબલામાં જગ્યા બનાવી છે. ત્યારે ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલીયાએએ સીધી ક્વોર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે અને ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ક્રોસ ઓવર મુકાબલો યોજાશે. પૂલ-એથી સ્પેન અને પૂલ-બીથી આયરલેન્ડ ટૂર્નામેન્ટથી બહાર થઇ ગઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે