આઈસીસીએ જાહેર કરી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ, વિલિયમસન કેપ્ટન, ભારતના બે ખેલાડીને મળ્યું સ્થાન

આઈસીસી વિશ્વ કપની ટ્રોફી ઈંગ્લેન્ડે જીતી લીધી છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે. 
 

આઈસીસીએ જાહેર કરી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ, વિલિયમસન કેપ્ટન, ભારતના બે ખેલાડીને મળ્યું સ્થાન

નવી દિલ્હીઃ વિશ્વ કપ-2019ની ફાઇનલ મેચ સમાપ્ત થયા બાદ આઈસીસીએ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી દીધી છે. આઈસીસીની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર, ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ અને જોની બેયરસ્ટો જેવા તમામ દિગ્ગજ ખેલાડીઓનું નામ સામેલ નથી. 

આઈસીસીએ આ ટીમમાં ભારતના માત્ર બે ખેલાડીઓને સામેલ કર્યાં છે. તેમાં રોહિત શર્માનું નામ સામેલ છે, જેણે વિશ્વકપ 2019મા પાંચ સદી ફટકારતા કુલ 648 રન બનાવ્યા હતા. તો આ વિશ્વકપ ઈલેવનમાં બીજો ભારતીય જસપ્રીત બુમરાહ છે, જેણે ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી 9 ઈનિંગમાં 18 વિકેટ ઝડપી હતી. આ સિવાય યાદીમાં કોઈ ભારતીય ટીમને સ્થાન મળ્યું નથી. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ એટલે કે આઈસીસીએ જે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરી છે, તેમાં 12 ખેલાડી સામેલ છે. આ લિસ્ટમાં બે ભારતીય, 4 ઈંગ્લિશ, 2 ઓસ્ટ્રેલિયન, 1 બાંગ્લાદેશ, અને ત્રણ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓનો સામાવેશ થાય છે. આઈસીસીએ કેન વિલિયમસનને આ ટીમનો સુકાની બનાવ્યો છે. જેણે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાના દમ પર ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. તો ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરને 12મો ખેલાડી બનાવવામાં આવ્યો છે. 

— ICC (@ICC) July 15, 2019

આઈસીસીની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ (World Cup 2019)

રોહિત શર્મા (ભારત), જેસન રોય (ઈંગ્લેન્ડ), કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ, કેપ્ટન), જો રૂટ (ઈંગ્લેન્ડ), શાકિબ અલ હસન (બાંગ્લાદેશ), બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ), એલેક્સ કેરી (ઓસ્ટ્રેલિયા), મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), જોફ્રા આર્ચર (ઈંગ્લેન્ડ), જસપ્રીત બુમરાહ (ભારત) અને ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ, 12મો ખેલાડી).

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news