NZvsBAN: ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ રદ્દ, આઈસીસીએ કર્યું સમર્થન
ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચને રદ્દ કરી દેવામાં આવી છે. તેની જાણકારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ આપી છે.
Trending Photos
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ શુક્રવારે કહ્યું કે, ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદમાં થયેલા હુમલા બાદ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રદ્દ થવાને તે સંપૂર્ણ સમર્થન કરે છે. ન્યૂઝીલેન્ડમાં મીડિયાના રિપોર્ટ અનુસાર હેગલે પાર્કમાં મસ્જિદ અલ નૂરમાં થયેલા હુમલામાં ઘણા લોકોના મોત થયા છે.
બાંગ્લાદેશની ટીમ નમાજ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશ કરવાની હતી અને ખેલાડીઓ માંડ-માંડ બચ્યા. તમામ ક્રિકેટર સુરક્ષિત છે. પરંતુ ત્યારબાદ અધિકારીઓએ શનિવારથી શરૂ થઈ રહેલા ત્રીજા અને અંતિમ ટેસ્ટ મેચને રદ્દ કરી દીધો છે.
આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને કહ્યું, ક્રાઇસ્ટચર્ચમાં થયેલી આ ભયાનક ઘટનાથી જે લોકો પ્રભાવત થયા અને તેના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી સંવેદના છે. બંન્ને ટીમો, સ્ટાફ અને મેચ અધિકારી સુરક્ષિત છે અને આઈસીસી ટેસ્ટ મેચને રદ્દ કરવાના નિર્ણયનું સમર્થન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે