Mukesh Ambani ને પાછળ છોડી Gautam Adani બન્યા એશિયાના નંબર વન ધનપતિ, હવે આટલી સંપત્તિના માલિક

Asias Richest Man: જ્યારે મુકેશ અંબાણી  (Mukesh Ambani) અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાનેથી 13મા સ્થાને આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ  (Bloomberg Billionaires Index) મુજબ, મુકેશ અંબાણીની સંપત્તિ (Mukesh Ambani Net worth) 97 બિલિયન ડોલર છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થ $665 મિલિયન વધી છે.

Mukesh Ambani ને પાછળ છોડી Gautam Adani બન્યા એશિયાના નંબર વન ધનપતિ, હવે આટલી સંપત્તિના માલિક

Gautam Adani Net Worth: અદાણી રોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. 2024નું વર્ષ અદાણી માટે નવી સફળતા લઈને આવ્યું છે. લગભગ એક વર્ષ બાદ ગૌતમ અદાણી  (Gautam Adani) ફરી એકવાર ભારત અને એશિયામાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર વ્યક્તિ બની ગયા છે. હવે તે અબજપતિઓની યાદીમાં 12મા સ્થાને પહોચ્યા છે.

ગુજરાતના અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી  (Gautam Adani) હવે મુકેશ અંબાણીને (Mukesh Ambani) પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીએ વિશ્વના અબજોપતિઓની યાદીમાં જોરદાર છલાંગ લગાવી છે અને 12મા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં (Gautam Adani Net Worth) પણ જબરદસ્ત વધારો થયો છે. તેમની સંપત્તિમાં 24 કલાકમાં 7.6 અબજ ડોલરનો વધારો થયો છે.

જ્યારે મુકેશ અંબાણી  (Mukesh Ambani) અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાનેથી 13મા સ્થાને આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ  (Bloomberg Billionaires Index) મુજબ, મુકેશ અંબાણીની સંપત્તિ (Mukesh Ambani Net worth) 97 બિલિયન ડોલર છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થ $665 મિલિયન વધી છે.

ગૌતમ અદાણીની કેટલી છે નેટવર્થ
અદાણી ગ્રૂપના (Adani Group) માલિક અને હવે ભારતના સૌથી ધનિક વ્યક્તિ અબજોપતિઓની યાદીમાં 12મા નંબરે આવી ગયા છે. ગુરુવાર સુધી તેઓ આ લિસ્ટમાં 14માં નંબર પર હતા, પરંતુ 24 કલાકમાં તેમની જંગી કમાણીને કારણે તેની નેટવર્થમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી અને તે 14માં સ્થાનેથી 12માં સ્થાને પહોંચી ગયા છે. હાલમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ પણ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ $97.6 બિલિયન થઈ ગઈ છે.

કેમ વધી આટલી ઝડપથી સંપત્તિ
અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે કંપનીનું મૂલ્ય વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે સેબીની તપાસ સાચી દિશામાં છે ઉપરાંત, માર્કેટ રેગ્યુલેટર સેબીને 24માંથી બાકીના 2 કેસની તપાસ કરવા માટે વધુ 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત તેજી
છેલ્લા બે દિવસના ઉછાળાની સાથે શુક્રવારે પણ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ACC સિમેન્ટનો શેર BSE પર શેર દીઠ 3.20% વધીને રૂ. 2,352 થયો હતો. આ સાથે અદાણી પોર્ટ લગભગ 3 ટકા, અદાણી પાવર 2 ટકા, અદાણી ટોટલ ગેસ 2 ટકા, અદાણી વિલ્મર શેર 0.12 ટકા, અંબુજા લગભગ 3 ટકા વધ્યા હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝના શેર 0.18 ટકા ઘટ્યા હતા. આ સિવાય અદાણી એનર્જી સોલ્યુશન્સ 0.41% અને અદાણી એનર્જી 0.43% ઘટ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news