World Cup 2019: ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર, કોહલીની ઈજા ગંભીર નથી

વિરાટ કોહલી શનિવારે ટ્રેનિંગ દરમિયાન અંગૂઠા પર આઇસ પેક લગાવીને મેદાન બહાર જતો જોવા મળ્યો હતો. 
 

World Cup 2019: ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર, કોહલીની ઈજા ગંભીર નથી

સાઉથૈમ્પટનઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ પહેલા વિરાટ કોહલીની ઈજાથી ચિંતિત ભારતીય ક્રિકેટપ્રેમિઓ માટે રાહતના સમાચાર છે. ટીમ મેનેજમેન્ટના સૂત્રો પ્રમાણે ભારતીય કેપ્ટનની ઈજા ગંભીર નથી. વિરાટ કોહલીને શનિવારે અંગૂઠામાં ઈજા થઈ હતી. ભારતે વિશ્વ કપમાં પોતાની પ્રથમ મેચ પાંચ જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવાની છે. આ કારણે વિરાટને ઈજાને લઈને ભારતીય ક્રિકેટપ્રેમિઓ ચિંતામાં હતા. 

વિરાટ કોહલીને શનિવારે ટ્રેનિંગ સત્ર દરમિયાન અંગૂઠા પર આઇસ પેક લગાવીને મેદાન બહાર જતો દેખાયો હતો. પરંતુ ટીમ સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ભારતીય કેપ્ટનની ઈજા ગંભીર નથી. તે બુધવારે દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા માટે તૈયાર છે. આ પહેલા ભારતીય ટીમના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે તેની સ્થિતિની જાણકારી મેળવી હતી. 

ભારતે બે દિવસ બાદ વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ રમવાની છે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે કેપ્ટન વિરાટ મુકાબલા પહેલા ફિટ થશે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા રમાયેલી બે પ્રેક્ટિસ મેચોમાં ભારતે એકમાં જીત તો એકમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ ભારતીય ટીમે બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો. મહત્વનું છે કે, ભારતીય ટીમ અત્યાર સુધી બે વખત 1983 અને 2011માં વિશ્વ ચેમ્પિયન બની ચુકી છે. આ વખતે પણ ભારત ટાઇટલના પ્રબલ દાવેદાર તરીકે વિશ્વકપમાં પહોંચ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news