World Cup 2019: વિશ્વકપ-2019મા સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બન્યો રોહિત
રોહિત શર્મા આઈસીસી વિશ્વકપ-2019મા સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા આઈસીસી વિશ્વ કપ-2019મા ભારતીય ઓપનર રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. બાંગ્લાગેશ વિરુદ્ધ વિશ્વકપમાં રોહિત શર્માએ 104 રન બનાવ્યા હતા. આ સાથે વિશ્વકપ-2019મા તેના 544 રન થઈ ગયા છે. તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને પાછળ છોડ્યો છે. રોહિત શર્માએ આ વિશ્વકપમાં પોતાની ચોથી સદી પણ ફટકારી છે.
રોહિત પહેલા આ મામલે વોર્નર આગળ હતો. વોર્નરે 8 મેચોમાં 516 રન બનાવ્યા છે. ત્યારબાદ ઓસ્ટ્રલિયન કેપ્ટન એરોન ફિન્ચના નામે 504 રન છે.
વિશ્વકપ-2019મા સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન
1. રોહિત શર્મા- 544
2. ડેવિડ વોર્નર- 516
3. એરોન ફિન્ચ- 504
4.શાકિબ અલ હસન- 476
5. જો રૂટ- 476
વિશ્વ કપ ઈતિહાસમાં રેકોર્ડ સચિનના નામે
જો વિશ્વ કપ ઈતિહાસની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર આગળ છે. તેણે 2003ના વિશ્વકપમાં 673 રન ફટકાર્યા હતા. આ સાથે સચિનના નામે વિશ્વકપ ઈતિહાસમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે