રોહિત શર્માની વિશ્વકપમાં ચોથી સદી, કર્યો રેકોર્ડનો વરસાદ
રોહિત શર્માએ 90 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિશ્વકપમાં ચોથી અને તેના વનડે કરિયરની 26મી સદી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના તોફાની ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મા પોતાની ચોથી સદી ફટકારી અને આમ કરનાર તે ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. રોહિત ટીમ ઈન્ડિયા તરપથી એક વિશ્વ કપ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ સિવાય વિશ્વકપની એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં તેણે કુમાર સાંગાકારાની બરોબરી કરી લીધી છે. સાંગાકારાએ 2015ના વિશ્વકપમાં ચાર સદી ફટકારી હતી. ભારત તરફથી એક વિશ્વ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી સૌરવ ગાંગુલી (3) હતો.
રોહિત શર્માએ 90 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિશ્વકપમાં ચોથી અને તેના વનડે કરિયરની 26મી સદી છે. આ પહેલા વિશ્વકપમાં રોહિતે આફ્રિકા વિરુદ્ધ અણનમ 122, પાકિસ્તાન વિરુદ્ધ 140, ઈંગ્લેન્ડ વિરુદ્ધ 102 રન ફટકાર્યા હતા. બાંગ્લાદેશ વિરુદ્ધ રોહિત શર્મા 92 બોલમાં 104 રન બનાવી સૌમ્ય સરકારની ઓવરમાં આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
રોહિતની સાથે રહ્યો ગજબ સંયોગ
રોહિતે આ વિશ્વકપમાં તે દરેક ટીમ વિરુદ્ધ મોટો સ્કોર બનાવ્યો જેની વિરુદ્ધ તેનો કેચ છૂટ્યો. બાંગ્લાદેશ વિરુદ્ધ પણ નવ રનના સ્કોર પર તેનો કેચ છૂટ્યો અને તેણે સદી ફટકારી દીધી હતી. આ પહેલા આફ્રિકા વિરુદ્ધ પણ તેનો કેચ છૂટ્યો અને સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ જો રૂટે તેનો કેચ છોડ્યો અને રોહિતે સદી પૂરી કરી હતી.
સચિનને છોડ્યો પાછળ
રોહિત શર્મા એવો ભારતીય બેટ્સમેન બની ગયો છે જેણે વિશ્વકપમાં સૌથી વધુ બનેલી 100 રનથી વધુની ભાગીદારીમાં પોતાની ભૂમિકા નિભાવી છે. રોહિત શર્માએ ચાર વખત અન્ય ભારતીય ખેલાડીઓની સાથે મળીને વિશ્વ કપમાં સદીની ભાગીદારી કરી છે. તો સચિને ત્રણ વખત આ કામ કર્યું હતું.
વિશ્વકપમાં રોહિત શર્મા 4 વખત 100થી વધુ ભાગીદારીમાં સામેલ
-Rohit - 4 Times*
-Sachin - 3 Times
ભારત માટે વિશ્વકપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન
ભારત તરફથી વિશ્વકપ ટૂર્નામેન્ટની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન સચિન તેંડુલકર છે. સચિને 2003 વિશ્વકપમાં 673 રન બનાવ્યા હતા. હવે રોહિત બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિતના ખાતામાં 544 રન નોંધાઈ ગયા છે.
વિશ્વ કપની એક સિઝનમાં ભારત તરફથી સૌથી વધુ રન
-673 સચિન તેંડુલકર (2003)
-544 રોહિત શર્મા (2019)
- 523 સચિન તેંડુલકર (1996)
482 સચિન તેંડુલકર (2011)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે