Test Championship Points Table: નંબર-1 છે ભારત, જાણો અન્ય ટીમોની સ્થિતિ

વિરાટની વાળી ભારતીય ટીમ હાલમાં 120 પોઈન્ટની સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નંબર વન પર છે, જ્યારે બીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડ, ત્રીજા પર શ્રીલંકા, ચોથા પર ઓસ્ટ્રેલિયા અને પાંચમાં સ્થાન પર ઈંગ્લેન્ડની ટીમ છે.

Test Championship Points Table: નંબર-1 છે ભારત, જાણો અન્ય ટીમોની સ્થિતિ

નવી દિલ્હીઃ ICC World Test Championship Points Table: સપ્ટેમ્બર 2019 સુધી તમામ મેચ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું પોઈન્ટ ટેબલ જારી કરી દીધુ છે. બે વર્ષ સુધી ચાલનારી આ  આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના શરૂઆતી દોઢ મહિના બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાન પર છે. 

વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ હાલમાં 120 પોઈન્ટની સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નંબર વન પર છે, જ્યારે બીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડ, ત્રીજા પર શ્રીલંકા, ચોથા પર ઓસ્ટ્રેલિયા અને પાંચમાં સ્થાન પર ઈંગ્લેન્ડની ટીમ છે. ભારતે બે મેચોની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરમાં 2-0થી હરાવ્યું હતું. ત્યારબાદથી ભારતીય નંબર-1 પર છે.

પાંચ મેચોની એશિઝ સિરીઝ પૂરી થયા બાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખાતામાં 56-56 પોઈન્ટ છે. તો શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની પાસે 60-60 પોઈન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝે પોતાનું ખાતું ખોલાવ્યું નથી. આ સિવાય બાંગ્લાદેશ, પાકિસ્તાન અને આફ્રિકાએ હજુ આઈસીસીની આ નવી વિશાળ ટેસ્ટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરવાનો છે. 

ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કઈ રીતે મળશે પોઈન્ટ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અલગ-અલગ આધાર પર પોઈન્ટ મળે છે. જો બે દેશો વચ્ચે બે મેચોની સિરીઝ હશે તો 60-60 પોઈન્ટ એક મેચ માટે મળશે. તો એશિઝની જેમ પાંચ મેચોની સિરીઝ હશે તો જીતનારી ટીમને માત્ર 24 પોઈન્ટ મળશે. આ કારણ છે કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને બે-બે મેચ જીતવા છતાં માત્ર 56 પોઈન્ટ મળ્યા છે, કારણ કે બંન્ને ટીમને 48-48 પોઈન્ટ જીતવાના અને એક મેચ ડ્રો કરવા માટે 8-8 પોઈન્ટ મળ્યા છે. 

ટેસ્ટ સિરીઝમાં આ રીતે રહેશે પોઈન્ટ સિસ્ટમ
2 મેચોની સિરીઝમાં- મેચ જીતવા પર 60 પોઈન્ટ, ટાઈ થવા પર 30-30 પોઈન્ટ અને ડ્રો થવા પર 20-20 પોઈન્ટ. 

3 મેચોની સિરીઝમાં- મેચ જીતવા પર 40 પોઈન્ટ, ટાઈ થવા પર 20-20 પોઈન્ટ અને ડ્રો થવા પર 13-13 પોઈન્ટ

4 મેચોની સિરીઝમાં- મેચ જીતવા પર 30 પોઈન્ટ, ટાઈ થવા પર 15-15 પોઈન્ટ અને ડ્રો થવા પર 10-10 પોઈન્ટ

5 મેચોની સિરીઝમાં- મેચ જીતવા પર 24 પોઈન્ટ, ટાઈ થવા પર 12-12 પોઈન્ટ અને ડ્રો થવા પર 8-8 પોઈન્ટ 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તમામ સિરીઝ 120-120 પોઈન્ટની હશે. આ ટૂર્નામેન્ટનો ફાઇનલ જંગ જૂન 2021મા રમાશે. આ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી બે ટીમો વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news