વનડે માટે તૈયાર વિરાટ, સોશિયલ મીડિયા પર શમીની સાથે પોસ્ટ કરી તસ્વીર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફોટો પોસ્ટ કરતા લખ્યું- હવે આગામી પડાવ નાગપુર. સાથે છે લીન મીન પેસ મશીન મોહમ્મદ શમી. આ તસ્વીર એરપોર્ટ પર લેવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પ્રથમ વનડેમાં હરાવીને સિરીઝમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતની આગેવાનીમાં આયોજીત થઈ રહેલી 5 મેચોની વનડે સિરીઝનો બીજો મેચ નાગપુરમાં રમાશે. વિરાટે રવિવારે ટ્વીટર પર ટીમના સાથી અને ફાસ્ટ મોહમ્મદ શમીની સાથે એક તસ્વીર પોસ્ટ કરી છે.
વિરાટે ફોટો પોસ્ટ કરતા લખ્યું- હવે આગામી પડાવ નાગપુર. સાથે છે લીન મીન પેસ મશીન મોહમ્મદ શમી. આ તસ્વીર એરપોર્ટ પર લેવામાં આવી છે.
ભારતીય ટીમે સિરીઝના પ્રથમ વનડેમાં શનિવારે હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ પર 236 રન બનાવ્યા હતા. ભારતે 48.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા અને 10 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.
Nagpur next. ✈️ With the lean mean pace machine @MdShami11 🤜🤛 pic.twitter.com/LoQP1OtKYd
— Virat Kohli (@imVkohli) March 3, 2019
કેદાર જાધવે સર્વાધિક અણનમ 81 રનનું યોગદાન આપ્યું જ્યારે એમએસ ધોનીએ અણનમ 59 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમે હવે નાગપુરમાં 5 માર્ચે સિરીઝની બીજી વનડે રમવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે