IND vs BAN: ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો વિલન બન્યો આ ખેલાડી, એક ભૂલ પડી ભારે
IND vs BAN 1st Odi: ભારતીય ટીમે ઢાકામાં રમાયેલી પ્રથમ વનડેમાં બાંગ્લાદેશ સામે 1 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ટીમનો એક ખેલાડી હારનો વિલન બની ગયો છે.
Trending Photos
ઢાકાઃ IND vs BAN 1st Odi Match: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ શેર એ બાંગ્લા સ્ટેડિયમ (Shere Bangla National Stadium) માં રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે બધાને ચોંકાવતા ભારતને 1 વિકેટે પરાજય આપ્યો છે. આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ એક સમયે મજબૂત પકડ બનાવી લીધી હતી, પરંતુ એક ખેલાડીની મોટી ભૂલ ટીમ પર ભારે પડી હતી.
ટીમ ઈન્ડિયાની હારનો વિલેન બન્યો આ ખેલાડી
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 186 રન બનાવ્યા હતા, પરંતુ બોલરોએ મેચમાં વાપસી કરાવતા 136 રન પર બાંગ્લાદેશના 9 બેટરોને આઉટ કરી દીધા હતા. ભારતને મેચ જીતવા માટે એક વિકેટની અને બાંગ્લાદેશને 51 રનની જરૂર હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ ગુમાવી દીધી. આ હારનો સૌથી મોટો વિલન વિકેટકીપર બેટર કેએલ રાહુલ બન્યો છે. તેણે મેહદી હસનનો કેચ છોડી તેને જીવનદાન આપ્યું હતું.
We lost here..#KLRahul #INDvsBANpic.twitter.com/Qfr5Os4PbM
— Tanay Vasu (@tanayvasu) December 4, 2022
કેએલ રાહુલે છોડ્યો કેચ
બાંગ્લાદેશની ઈનિંગની 43મી ઓવર શાર્દુલ ઠાકુર કરી રહ્યો હતો. આ ઓવરના ત્રીજા બોલ પર મેહદી હસને સ્લોગ કર્યો, પરંતુ બોલ બેટના કિનારાને લાગી હવામાં પહોંચી ગયો હતો. આ મેચમાં વિકેટકીપિંગ કરી રહેલ કેએલ રાહુલ બોલ નીચે પણ પહોંચી ગયો હતો, પરંતુ તેણે કેચ છોડી દીધો હતો. મેહદી હસને રાહુલની આ ભૂલનો ફાયદો ઉઠાવ્યો હતો અને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. હસને 39 બોલમાં અણનમ 38 રન ફટકાર્યા હતા.
બંને ટીમ વચ્ચે આવી રહી મેચની સ્થિતિ
ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય ટીમ માત્ર 186 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માત્ર 41.2 ઓવર બેટિંગ કરી શકી હતી. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે એક વિકેટ બાકી રહેતા લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 41 અને મેહદી હસન મિરાઝે 38* રનની ઈનિંગ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે