Asian Champions Trophy Hockey: ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું, એશિયન ચેમ્પિયનશિપમાંથી કર્યું બહાર

IND vs PAK Hockey: ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનને 4-0થી પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. 
 

 Asian Champions Trophy Hockey: ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું, એશિયન ચેમ્પિયનશિપમાંથી કર્યું બહાર

ચેન્નઈઃ IND vs PAK Final, Match Report: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી 2023માં ભારતીય ટીમે પાકિસ્તાનને 4-0થી કારમો પરાજય આપ્યો છે. આ રીતે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. હરમનપ્રીત સિંહની આગેવાનીવાળી ભારતીય ટીમે પ્રથમ હાફના અંતમાં ગોલ કરી 1-0ની લીડ મેળવી હતી. 

પાકિસ્તાન સામે 4-0થી વિજય
તો ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે બીજી ક્વાર્ટરમાં ગોલ કર્યો. આ ગોલ હરમનપ્રીત સિંહે 23મી મિનિટમાં ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં 2-0થી આગળ થઈ ગઈ હતી. ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહનો ફરી જલવો જોવા મળ્યો. હરમનપ્રીત સિંહે બોલને ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો હતો. આ રીતે ભારતીય ટીમ 3-0થી આગળ પહોંચી હતી. 

કેપ્ટને કર્યાં બે ગોલ
પરંતુ ત્યારબાદ ચોથા ક્વાર્ટરમાં ફરી ભારતે ગોલ કર્યો, પરંતુ રેફરીએ અમાન્ય ગણાવી દીધો હતો. ત્યારબાદ ભારત માટે ચોથો ગોલ આકાશદીપ સિંહે કર્યો હતો. આ ગોલ સાથે ભારતીય ટીમ 4-0થી આગળ થઈ ગઈ હતી. અંતમાં ભારતે 4-0થી શાનદાર જીત મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news