IND vs WI: ગાંગુલીએ ધોનીનું સમર્થન કરતા કહ્યું, તેની પાસે સફળ થવાની ક્ષમતા

પોતાની આગેવાનીમાં ભારતને 2011માં વિશ્વ વિજેતા બનાવનાર ધોની અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સ્ટ્રાઇક રોટેટ કરવામાં સંઘર્ષ કરતો જોવા મળ્યો ત્યારબાદ તેની ટીકા થઈ હતી. 
 

IND vs WI: ગાંગુલીએ ધોનીનું સમર્થન કરતા કહ્યું, તેની પાસે સફળ થવાની ક્ષમતા

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિશ્વ કપમાં ધીમી બેટિંગ માટે ટીકાનો સામનો કરી રહેલા એમએસ ધોનીનું સમર્થન કરતા કહ્યું કે, આ વિકેટકીપર બેટ્સમેન પાસે સફળ થવા માટે અનુભવ અને ક્ષમતા બંન્ને છે. પોતાની આગેવાનીમાં ભારતને 2011માં વિશ્વ વિજેતા બનાવનાર ધોની અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સ્ટ્રાઇક રોટેટ કરવામાં સંઘર્ષ કરતો જોવા મળ્યો ત્યારબાદ તેની ટીકા થઈ હતી. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ગુરૂવારે અંતિમ ઓવરમાં 16 રન બનાવતા પહેલા તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પરંતુ 61 બોલમાં 56 રનની તેની ઈનિંગથી માનચેસ્ટરમાં ભારતે ભારતે સાત વિકેટ પર 268 રનનો સ્કોર કર્યો હતો. ભારત આ મેચ 125 રનથી જીત્યું હતું. દેશ માટે 113 ટેસ્ટ અને 311 એકદિવસીય રમનાર ગાંગુલીને તેની બેટિંગમાં વધુ ખામી દેખાઈ નથી. 

દેશમાં સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ ગાંગુલીએ કહ્યું, આવું ક્યારેક થાય છે અને હું તેનાથી વધુ ચિંતિત નથી. હા, ધોની પહેલા પણ આવી સ્થિતિનો સામનો કરી ચુક્યો છે. પાછલા વર્ષે પણ તે ઈંગ્લેન્ડ ગયો હતો તો સ્પિન વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યો હતો. 

પૂર્વ કેપ્ટને કહ્યું, 'ધોનીને એવા બેટ્સમેનનો સાથ જોઈએ જે તેની સાથે ઝડપથી બેટિંગ કરી શકે. બેટિંગ ક્રમમાં ત્રીજા સ્થાન પર કોહલી, ચોથા પર રાહુલ અને પાંચમાં સ્થાન પર તે હોય તો પંડ્યા જેવા બેટ્સમેનોની સાથે સ્થિતિ આસન થઈ જાય છે કારણ કે તે મોટા શોટ્સ લગાવે છે.' ગાંગુલીએ કહ્યું કે ધોનીની પાસે અનુભવની કોઈ કમીન નથી તેવામાં તેની બેટિંગ પર શંકા કરવી યોગ્ય નથી. 

તેણે કહ્યું, ધોની પર કોઈ નિવેદન આપતા પહેલા રાહ જોઈશ. ખાસ કરીને તેની સ્ટ્રાઇક રેટ પર કારણ કે તેની પાસે બોલને બાઉન્ડ્રી બહાર મોકલવાની ક્ષમતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news