Ind Vs WI: વિરાટ કોહલી માટે આજે રમાનાર ભારત- વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી વનડે ખાસ રહેશે, માત્ર 15 રન કરશે તો...
Ind Vs WI: વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણેય ફોર્મેટમાં અત્યાર સુધી કુલ 67 મેચ રમી છે. જેમાં 59.73ની એવરેજથી 3584 રન બનાવ્યા. આ દરમિયાન 11 સદી અને 21 અર્ધસદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણેય ફોર્મેટમાં સાઉથ આફ્રિકાના જેક કાલિસે સૌથી વધારે 66 મેચમાં 4120 રન બનાવ્યા છે.
Trending Photos
અમદાવાદ: વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયા સિરીઝની છેલ્લી અને ત્રીજી વન-ડે મેચ શુક્રવારે રમાશે. ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપમાંથી હટ્યા પછી વિરાટ કોહલી માટે આ મેચ ખાસ રહેવાની છે. જો તે આ મેચમાં 15 રન બનાવી લેશે તો તે પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ દિગ્ગજ એલન બોર્ડરનો રેકોર્ડ તોડી નાંખશે. સાથે જ કોહલીની પાસે વેસ્ટ ઈન્ડિઝ સામે ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવનાર બીજા બેટ્સમેન બનાવવાની તક છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે કોહલીના 3584 રન:
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણેય ફોર્મેટમાં અત્યાર સુધી કુલ 67 મેચ રમી છે. જેમાં 59.73ની એવરેજથી 3584 રન બનાવ્યા. આ દરમિયાન 11 સદી અને 21 અર્ધસદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણેય ફોર્મેટમાં સાઉથ આફ્રિકાના જેક કાલિસે સૌથી વધારે 66 મેચમાં 4120 રન બનાવ્યા છે. આ યાદીમાં બીજા નંબરે એલન બોર્ડર છે. જેમણે 92 ઈન્ટરનેશનલ મેચમાં 3598 રન બનાવ્યા છે. કોહલી 15 રન બનાવશે તેની સાથે જ તે એલન બોર્ડરને પાછળ મૂકીને બીજા નંબરે આવી જશે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધારે રન:
1. જેક કાલિસ, સાઉથ આફ્રિકા - 66 મેચ - 4120 રન
2. એલન બોર્ડર, ઓસ્ટ્રેલિયા - 92 મેચ - 3598 રન
3. વિરાટ કોહલી, ભારત - 67 મેચ - 3584 રન
4. માર્ક વો, ઓસ્ટ્રેલિયા - 75 મેચ - 3566 રન
5. રિકી પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયા - 71 મેચ - 3452 રન
વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 11મી સિરીઝ જીતી:
બંને ટીમ વચ્ચે સિરીઝની બીજી મેચ 9 ફેબ્રુઆરીએ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને બીજી વન-ડેમાં 44 રનથી કારમો પરાજય આપ્યો હતો. તેની સાથે જ ત્રણ મેચની સિરીઝ પર 2-0થી કબજો કરી લીધો છે. ભારતીય ટીમે પોતાના ઘરમાં વેસ્ટ ઈન્ડિઝનને સતત 7મી અને ઓવરઓલ સતત 11મી સિરીઝમાં પરાજય આપ્યો છે. તે પહેલાં વેસ્ટ ઈન્ડિઝે મે 2006માં ટીમ ઈન્ડિયાને પાંચ વન-ડેની સિરીઝમાં 4-1થી હરાવ્યું હતું. ત્યારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે