સંજૂ સેમસનના ફેન્સ માટે ખુશખબર, બીસીસીઆઈએ બનાવ્યો આ ટીમનો કેપ્ટન

ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ ત્રણ મેચોની સિરીઝ માટે ભારત એ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટી20 વિશ્વકપ 2022ની ટીમમાં જગ્યા ન બનાવી શકનાર સંજૂ સેમસન માટે ખુશીના સમાચાર આવ્યા છે. 

સંજૂ સેમસનના ફેન્સ માટે ખુશખબર, બીસીસીઆઈએ બનાવ્યો આ ટીમનો કેપ્ટન

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં સંજૂ સેમસનને સ્થાન ન મળતા તેના ફેન્સ નારાજ હતા. પરંતુ હવે ભારતીય ક્રિકેટ બોર્ડે સંજૂ સેમસનને એક નવી જવાબદારી સોંપી છે. ન્યૂઝીલેન્ડ એ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ 22 સપ્ટેમ્બરથી રમાવાની છે. આ સિરીઝ માટે ઈન્ડિયા એ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમનો કેપ્ટન સંજૂ સેમસનને બનાવવામાં આવ્યો છે. વિશ્વકપની ટીમમાંથી બહાર રહેલા સંજૂ માટે આ ખુશીના સમાચાર છે. 

22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આ સિરીઝની તમામ મેચ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ 22, બીજી મેચ 25 અને ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે રમાશે. ઈન્ડિયા એમાં પૃથ્વી શો, રુતુરાજ ગાયકવાડ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર અને સંજૂ સેમસનને તક આપવામાં આવી છે. 

Sanju Samson to lead the team for the same.

More details here 👇👇https://t.co/x2q04UrFlY

— BCCI (@BCCI) September 16, 2022

ઈન્ડિયા એ ટીમ
પૃથ્વી શો, અભિમન્યુ ઈશ્વરન, રુતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટિદાર, સંજૂ સેમસન (કેપ્ટન), કેએસ ભરત, કુલદીપ યાદવ, શાહબાઝ નદીમ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, નવદીપ સૈની, રાજ અંદગ બાવા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news