Ind vs SA 1st test: સેન્ચુરિયન ટેસ્ટમાં ભારત મજબૂત, બીજી ઈનિંગમાં 16/1, કુલ લીડ 146 રન
સેન્ચુરિયન ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે મેચ પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. મોહમ્મદ શમીની પાંચ વિકેટની મદદથી આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Trending Photos
સેન્ચુરિયનઃ Ind vs SA 1st test match : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે ભારત પોતાની પ્રથમ ઈનિંગમાં 327 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદ મોહમ્મદ શમીની પાંચ વિકેટની મદદથી આફ્રિકાની ટીમ 197 રનમાં ધરાશાયી થઈ ગઈ હતી. ભારતને પ્રથમ ઈનિંગના આધારે 130 રનની લીડ મળી હતી. ત્રીજા દિવસના અંતે ભારતે પોતાની બીજી ઈનિંગમાં 1 વિકેટે 16 રન બનાવ્યા છે અને તેની કુલ લીડ 146 રન થઈ ચુકી છે.
ભારતની બીજી ઈનિંગ, મયંક આઉટ
બીજી ઈનિંગમાં કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની જોડી માત્ર 12 રન જોડી શકી હતી. મયંક 4 રને માર્કો જેનસનની ઓવરમાં આઉટ થયો હતો. દિવસના અંતે રાહુલ અને શાર્દુલ ઠાકુર ક્રીઝ પર હતા.
સાઉથ આફ્રિકાની પ્રથમ ઈનિંગ
327 રન પર ભારતને રોક્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ડીન એલ્ગર પ્રથમ ઓવરમાં 1 રને આઉટ થયો હતો. લંચ બાદ પ્રથમ ઓવરમાં શમીએ કીગન પીટરસનને 15 રને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ માર્કરમને આઉટ કરીને શમીએ ભારતને ત્રીજી સફળતા અપાવી હતી.
મોહમ્મદ સિરાજે વાન ડેર ડુસેનને 3 રન પર આઉટ કર્યો હતો. ડિ કોક 34 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો. વિયાન મુલ્ડરને 12 રને શમીએ પંતના હાથે કેચ કરાવી ભારતને સફળતા અપાવી હતી. તેંબા બાવૂમાએ આફ્રિકા તરફથી અડધી સદી ફટકારતા 52 રન બનાવ્યા હતા. તે શમીનો શિકાર બન્યો હતો. ભારત તરફથી શમીએ પાંચ વિકેટ લીધી હતી.
327 રનમાં ભારત ઓલ આઉટ
પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 327 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેએલ રાહુલ 123 રન બનાવી આઉટ થયો હતો. અજિંક્ય રહાણે પણ ત્રીજા દિવસે 48 રન બનાવી કેચઆઉટ થઈ ગયો હતો. રિષભ પંત, 8, આર અશ્વિન 4, શાર્દુલ ઠાકુર 4, મોહમ્મદ શમી 8, જસપ્રીત બુમરાહ 14, મોહમ્મદ સિરાજ 4 રન બનાવી આઉટ થયા હતા. ત્રીજા દિવસે ભારતે માત્ર 55 રનમાં પોતાની બાકી સાત વિકેટ ગુમાવી દીધી હતી.
એનગિડીની છ વિકેટ
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડીએ ત્રીજા દિવસે દમદાર બોલિંગ કરી હતી. તેણે 71 રન આપી છ વિકેટ ઝડપી હતી. તો રબાડાએ 72 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. માર્કો જેસનને પણ એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે