Team India ઘર આંગણે સાઉથ આફ્રિકા સામે એકપણ ટી-20 સિરીઝ જીતી શક્યું નથી, જાણો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો હવે પોતાના ઘરમાં જ સાઉથ આફ્રિકા સામે ટી-20 અને વન-ડે સિરીઝ રમવાની છે. તેની શરૂઆત 28 સપ્ટેમ્બરથી થશે. હાલમાં જ ભારતીય ટીમે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 2-1થી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યા પછી ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકાને ઘરઆંગણે હરાવવા ઈચ્છશે.
Trending Photos
નવી દિલ્લી: ટીમ ઈન્ડિયાએ હાલમાં જ પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાની ટીમને કારમો પરાજય આપ્યો છે. હવે પોતાના જ ઘરમાં સાઉથ આફ્રિકા સામે ટી-20 અને વન-ડે મેચની સિરીઝ રમવાની છે. તેની શરૂઆત 28 સપ્ટેમ્બરથી થઈ રહી છે. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે સૌથી પહેલાં ત્રણ ટી-20 મેચની શરૂઆત થશે. તેના પછી બંને ટીમ ત્રણ વન-ડે મેચની સિરીઝ પણ રમશે.ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યા પછી ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકાને ઘરઆંગણે હરાવવા ઈચ્છશે. જો ટીમ ઈન્ડિયા પોતાના ઘરઆંગણે સાઉથ આફ્રિકાની ટીમને હરાવે છે તો આ એક મોટો રેકોર્ડ બનશે. અત્યાર સુધી આફ્રિકાની ટીમે ભારતીય જમીન પર એકપણ દ્વિપક્ષીય સિરીઝ ગુમાવી નથી.
આફ્રિકા સામે સિરીઝનો રેકોર્ડ:
ભારતીય ટીમ પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ દ્વિપક્ષીય ટી-20 સિરીઝ રમાઈ ચૂકી છે. તેમાંથી સૌથી પહેલી સિરીઝ 2015માં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને હાર મળી હતી. તેના પછી બે સિરીઝ રમાઈ, જે સંપૂર્ણ રીતે બરોબરી પર ખતમ થઈ. ત્યારે આવો જાણીએ બંને ટીમની હેડ ટુ હેડ મેચ.
1. ઓક્ટોબર, 2015 - સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમને 2-1થી હાર આપી
2. સપ્ટેમ્બર, 2019 - બે ટી-20 મેચની સિરીઝ 1-1થી બરોબરી પર રહી
3. જૂન, 2022 - પાંચ ટી-20 મેચની સિરીઝ 2-2થી બરોબરી પર રહી
ભારત-આફ્રિકા વચ્ચે કુલ ટી-20 મેચનો રેકોર્ડ:
જો ઓવરઓલ દ્વિપક્ષીય ટી-20 સિરીઝની વાત કરીએ તો અત્યારસુધી ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકાની વચ્ચે કુલ 7 સિરીઝ રમાઈ છે. જેમાંથી ભારતીય ટીમે સૌથી વધુ 3 સિરીઝ જીતી છે. જ્યારે આફ્રિકાની ટીમે બે સિરીઝ જીતી છે. જ્યારે બે સિરીઝ ડ્રો પર પૂરી થઈ છે .
ભારત-આફ્રિકાની વચ્ચે ટી-20 સિરીઝ:
1. પહેલી ટી-20 મેચ, તિરુવનંતપુરમ, 7:30 PM
2. બીજી ટી-20 મેત, ગુવાહાટી, 7:30 PM
3. ત્રીજી ટી-20 મેચ, ઈન્દોર, 7:30 PM
ભારત-આફ્રિકાની વચ્ચે વન-ડે સિરીઝ:
1. પહેલી વન-ડે મેચ, 6 ઓક્ટોબર, લખનઉ, 1:30 PM
2. બીજી વન-ડે મેચ, 9 ઓક્ટોબર, રાંચી, 1:30 PM
3. ત્રીજી વન-ડે મેચ, 11 ઓક્ટોબર, દિલ્લી, 1:30 PM
ટી-20 સિરીઝ માટે ભારત-આફ્રિકાની ટીમ:
ભારતીય ટીમ: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, યુઝર્વેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, શાહબાઝ અહમદ, અર્શદીપ સિંહ,ઉમેશ યાદવ, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ
સાઉથ આફ્રિકાની ટીમ:
ટેન્બા બાવુમા, ક્વિન્ટન ડી કોક, રેઝા હેન્ડ્રિક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, એનરિક નોર્કિયા, વેન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, રીલે રોસો, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, યોર્ન ફોર્ટ્યૂન, માર્કો યેનસન, એ.ફેલુક્વાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે