2018માં છેલ્લી વન-ડે રમશે ભારત, વિરાટ કોહલી અને રોહિત ઓછી મેચ રમીને પણ ટોપ પર
ભારતીય ટીમ ત્યારબાદ વેસ્ટઇન્ડિઝની સાથે ટી20 સીરીઝ રમશે. ત્યારપછી તેઓ પાછા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જશે. પ્રવાસની શરૂઆત ટી20 સીરીઝથી થશે.
Trending Photos
તિરૂવનંતપુરમ: ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે ગુરૂવારે પાંચ મેચની સીરીઝની છેલ્લી વન-ડે મેચ રમવામાં આવશે. ટીમ ઇન્ડિયા માટે આ વર્ષની આ છેલ્લી વન-ડે મેચ હશે. ભારતીય ટીમ ત્યારબાદ વેસ્ટઇન્ડિઝની સાથે ટી20 સીરીઝ રમશે. ત્યારપછી તેઓ પાછા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જશે. પ્રવાસની શરૂઆત ટી20 સીરીઝથી થશે. ત્યારબાદ ડિસેમ્બર-જાન્યૂઆરીમાં ટેસ્ટ સીરીઝ રમાવામાં આવશે. જાન્યૂઆરીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વન ડે સીરીઝ રમશે.
આ વર્ષે ટીમ ઇન્ડિયાએ 19 વન-ડે મેચ રમી
ભારતે આ વર્ષે 19 વન-ડે મેચ રમી છે તેમાંથી તેઓએ 13 મેચ જીત્યા અને 4 મેચ હાર્યા છે. ભારતથી વધારે મેચ માત્ર ઇંગ્લેન્ડે જીતી છે, પરંતુ તેમણે મેચ પણ વધારે રમ્યા છે. ઇંગ્લેન્ડે 24 મેચમાંથી 17 મેચ જીત્યા છે. ભારત એકમાત્ર 15 મેચ રમનાર ટીમ છે. જેણે માત્ર 4 મેચ હારી છે. તેમણે 2 ટાઇ મેચ પર રમ્યા છે. જો કોઇપણની ટીમથી વધારે છે.
સૌથી વધારે રન અને સદી કોહલીના નામે
આ વર્ષ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન ભારતીય કેપ્તાન વિરાટ કોહલીએ બનાવ્યા છે. તેણે 13 મેચમાં 1169 કન માર્યા છે. કોહલી ઉપરાંત માત્ર ઇંગ્લેન્ડના જોની બેયરસ્ટોએ (1025) આ વર્ષે 1000થી વધારે રન બનાવી શક્યો છે. વિરાટ કોહલીના નામે આ વર્ષે સૌથી વધારે 6 સદી ફટાકર લગાવવાનો રેકોર્ડ પણ છે. રોહિત શર્મા 5 સદીની સાથે આ મામલે 2 નંબર પર છે. રોહીત (967) સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.
(ફોટો સાભાર: PTI)
રોહીત શર્માએ લાગવી સૌથી વધારે સિક્સ
આ વર્ષ વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ ભારતીય ઓપનર રોહિત શર્માના નામ પર છે. તેણે 18 મેચમાં 35 સિક્સ મારી ચુક્યો છે. સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે ઇંગ્લેન્ડના જોની બેયરસ્ટો (31) બીજા અને વેસ્ટઇન્ડિઝના શિમરોન હેટમેયર (29) ત્રીજા નંબર પર છે. વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી 13 સિક્સની સાથે સંયુક્ત રીતે 15માં નંબર પર છે. વેસ્ટઇન્ડિઝના ક્રિસ ગેલે 9 મેચમાં જ 22 સિક્સ મારી હતી અને ચોથા નંબર પર છે.
સૌથી વધારે સ્ટમ્પિંગ કરનાર ધોની
મહેન્દ્ર સિંહ ધોની 2018માં સૌથી વધારે સ્ટમ્પિંગ કરનાર વિકેટકીપર છે. તેણે આ વર્ષની 18 મેચમાં 10 સ્ટમ્પિંગ કર્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આ મેચમાં 16 કેચ પણ કર્યા છે. આ રીતે તે સૌથી વધુ શિકાર કરવાના મામલે ત્રીજા નંબર પર છે. તેણે કુલ 26 શિકાર કર્યા છે. ઇંગ્લેન્ડના જોસ બટલર (23 મેચમાં 35 શિકાર) પહેલા અને ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલર (21 મેચમાં 29 શિકાર) બીજા નંબર પર છે. આયરલેન્ડનો નિલ ઓબ્રાયન (13 મેચમાં 26 શિકાર) અને ધોની સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર છીએ.
કુલદીપ યાદવ વિકેટ લેવાના મામલે બીજા નંબર પર
ચાઇનામેન કુલદીપ યાદવ આ વર્ષનો સૌથી વધુ વિકેટ ઝડપી પાડવાના મામલે બીજા નંબર પર છે. તેણે 18 મેચમાં 44 વિકેટ લીધી છે. અફગાનિસ્તાનના રાશિદ ખાન 48 વિકેટની સાથે પહેલા નંબર પર છે. રાશિદ ખાન અને કુલદીપથી બે મેચ વધુ રમયો છે. 2018માં સૌથી વધું વિકેટ ઝડપી પાડવાના મામલે પહેલા ચાર સ્થાન પર સ્પિનર છે. ઇંગ્લેન્ડના આદિલ રાશિદ (42) ત્રીજા નંબર પર અને અફગાનિસ્તાન મુઝીબ અલ રહેમાન (37) સાથે ચોથા નંબર પર છે. પાંચમાં નંબર પર જિમ્બાબ્વેના ફાસ્ટબોલર તેંદઇ ચતારા (29) અને છઠા નંબર પર યુજવેન્દ્ર ચહલ (29) છે. આ વર્ષે એક ઇંનિગ્સમાં 6 વિકેટ માત્ર ત્રણ બોલર જ લઇ શક્યા છે. જેમાં કુલદીપ યાદવ, શ્રીલંકાનો અકિલા ધનંજય અને દક્ષિણ આફ્રિકાના ઇમરાન તાહિર શામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે