IND vs AUS 1st Test Day 2: બીજા દિવસની રમત પુરી, ટીમ ઇન્ડીયાને 62 રનની બઢત
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે પહેલી ટેસ્ટની બીજા દિવસની રમત પુરી થઇ ગઇ છે. મયંક અગ્રવાલ 5 અને જસપ્રીત બુમરાહ 0 રન બનાવીને નોટ આઉટ છે. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડીયાએ 1 વિકેટ ગુમાવી 9 રન બનાવી લીધી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે પહેલી ટેસ્ટની બીજા દિવસની રમત પુરી થઇ ગઇ છે. મયંક અગ્રવાલ 5 અને જસપ્રીત બુમરાહ 0 રન બનાવીને નોટ આઉટ છે. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડીયાએ 1 વિકેટ ગુમાવી 9 રન બનાવી લીધી છે.
ભારતને બઢત
પહેલી ઇનિંગના આધારે પર ટીમ ઇન્ડીયાને 53 રનની લીડ મળી હતી જે હવે વધીને 62 રન થઇ ગયા છે.
પૃથ્વી ફરી નિષ્ફળ
ટીમ ઇન્ડીયાના ઓપનર બેટ્સમેન પૃથ્વી શો એકવાર ફરી નિષ્ફળ રહ્યા, તે ફક્ત 4 રન બનાવી આઉટ થયા, પેંટ કમિંસે તેમને ક્લીન બોલ્ડ કરી.
191 પર સિમટી ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાની આખી ટીમે ભારતી બોલરની આગળ ઘૂંટણીયા ટેકી દીધા. આખી ટીમ 191 રન જ બનાવી શકી. મેજબાનની ફક્ત કેપ્ટન ટીમ પેને સૌથી વધુ 7૩* રનનું યોગદાન આપ્યું.
લોયન આઉટ
નાથ લોયલ ટીમના સ્કોરમાં ફક્ત 10 રન બનાવી શક્યા. તેમણે રવિચંદ્રન અશ્વિને તેમને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરી દીધો.
પેનની ફિફ્ટી
ઓસ્ટ્રેલિયનાઅ કેપ્ટન ટિમ પેને જવાબદારીથી રમતાં ભારત વિરૂદ્ધ પોતાની ફિફ્ટી પુરી કરી અને ટીમના સ્કોરને આગળ વધાર્યો.
સ્ટાર્ક રન આઉટ
મિશેલ સ્ટાર્કને 15 રનના અંગત સ્કોર પર ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ પૃથ્વી શોની મદદથી રન આઉટ કરી દીધો.
કમિંસ ડક આઉટ
પૈટ કમિંસ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફરી ગયા. તેમણે ભારતીય બોલર ઉમેશ યાદવે અજિંક્ય રહાણેના હાથે કેચ આઉટ કરી દીધો .
ફિફ્ટી ચૂક્યા લાબુશેન
માર્નસ લાબુશેન મોટી ઇનિંગ તરફ આગળ વધી રહ્યા હતા. તેમને 2 વખત જીવતદાન પણ મળ્યું, પરંતુ તે પોતાના અર્ધશતક પુરી કરી શક્યો નહી અને 47 રનના અંગત સ્કોર પર આઉટ થઇ ગયો.
ગ્રીન પરત ફર્યા પેવેલિયન
પોતાની પહેલી મેચ રમી રહેલા કૈમરન ગ્રીન તકનો ફાયદો ઉઠાવી શકયા નહી. તેમણે 11 રન ખાનગી સ્કોર પર અશ્વિને કોહલીના હાથે કેચ આઉટ કરાવી દીધો.
ટ્રેવિસ હેડ આઉટ
ભારતના રવિચંદ્રન અશ્વિનને વધુ એક સફળતા મળી છે. તેમણે ટ્રેવિસ હેડને 7 રનના અંગત સ્કોર પર કોટ એન્ડ બોલ્દ કરી દીધા.
સ્મિથ પણ ફ્લોપ
ઓપનર બેટ્સમેનની નિષ્ફતા બાદ સ્ટીમ સ્મિથ પર મોટી ઇનિંગ રમવાની જવાબદારી હતી, પરંતુ તે ફક્ત 1 રન બનાવી શક્યા, તેમણે રવિચંદ્રન અશ્વિને આઉટ કર્યા.
જો બર્ન્સ નિષ્ફળ
ઓસ્ટ્રેલિયાના ઓપનર જે બર્ન્સએ પોતાની ટીમના સ્કોરમાં ફક્ત 8 રન ઉમેર્યા અને જસપ્રીત બુમરાહના બોલનો શિકાર બન્યા.
ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો
મેજબાન ટીમના ઓપનર બેટ્સમેન આજે ફક્ત 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા, જસપ્રીત બુમરાહે તેમને એલબીડબ્લ્યૂ આઉટ કર્યા.
વિખેરાઇ ગઇ ભારતીય બેટીંગ
મેહમાન ટીમ આજે પોતાના સ્કોરમાં 11 રન જ ઉમેરી શકી, જ્યારે ત્યારબાદ 4 બોલરો આઉટ બેટ્સમેન આઉટ થઇ ગયા હતા.
ભારતની પહેલી ઇનિંગ
ટીમ ઇન્ડીયાએ પહેલી ઇનિંગમાં 244 રન બનાવ્યા. ભારત માટે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ 74 અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ 43 રન બનાવ્યા. આ બધા ઉપરાંત તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યા.
બીજા દિવસે ભારતીય બેટ્સમેન નિષ્ફળ
233/6 ના સ્કોરને આગળ વધારવાની જવાબદારી રવિચંદ્રન અશ્વિન અને રિદ્ધિમાન સાહા પર હતી, પરંતુ તે આશા પર ખરા ઉતર્યા નહી. અશ્વિન 20 બોલમાં 15 રન બનાવીને પેટ કમિંસના બોલનો શિકાર બન્યા. તો બીજી તરફ સાહાને 9 રનના અંગત સ્કોર પર મિશેલ સ્ટાર્કે આઉટ કર્યા. આ ઉપરાંત ઉમેશ યાદવે 6 અને જસપ્રીત બુમરાહ 4* રન બનાવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે