England vs India 2nd test: એન્ડરસન અને બ્રોડની ધાતક બોલિંગે, ભારતનો પરાજય
રહાણે અને પુજારા પણ સસ્તામાં આઉટ થઇ ગયા હતા, વિરાટ-દિનેશ કાર્તિક એક જ ઓવરમાં આઉટ, પંડ્યા અશ્વિને જોડ્યા 55 રન
Trending Photos
લંડન : લોર્ડ્સ ટેસ્ટમાં મેજબાન ઇંગ્લેન્ડે ભારતનો દાવ 159 રનથી હરાવતા 5 મેચોની ટેસ્ટ સીરીઝમાં 2-0ની બઢત બનાવી હતી. ઇંગ્લીશ ટીમે પહેલા દાવમાં 7 વિકેટે 396 રન બનાવ્યા હતા, જ્યારે પહેલા દાવમાં 107 રન બનાવનારી ટીમ ઇન્ડિયાએ બીજા દાવમાં માત્ર 130 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. કોઇ પણ ભારતીય બેટ્સમેનઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરનો સામનો કરી શક્યા નહોતા. ભારતીય ટીમ માટે આર.અશ્વિને સૌથી વધારે અણનમ 33 રનનો દાવ રમ્યા, જ્યારે ઇંગ્લેન્ડ માટે જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ 4-4 વિકેટ ઝડપ્યા હતા.
ભારતની ખરાબ શરૂઆત મુરલી વિજય 0 પર આઉટ
બીજા દાવમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. જેમ્સ એન્ડરસને મુરલી વિજય ત્રીજી ઓવરમાં વિકેટકીપરના હાથમાં કેચ આપી બેઠા હતા. લોર્ડ્સ પર આ સાથે એન્ડરસને પોતાની 100મી ટેસ્ટ વિકેટ પ્રાપ્ત કરી હતી. વિજય કિસી ટેસ્ટના બંન્ને દાવમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહેનારા ભારતનાં છઠ્ઠા બેટ્સમેન રહ્યો હતો. તે 2018માં દક્ષિણ આફ્રીકા અને ઇંગ્લેન્ડ માં વિદેશી ધરતી પર 10 દાવમાં માત્ર 128 રન જ બનાવી શક્યા છે.
લોકેશ રાહુલ ફરીથી ફેલ
ચાર ઓવર બાર એન્ડરસને બેટ્સમેન લોકેશ રાહુલ (10)ને પણ એલબીડબલ્યુ આઉટ કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો નહોતો, કારણ કે તેની પીઠમાં મસલ્સ જામ થઇ ગયા હતા.વરસાદના કારણે લંચ બ્રેક જલ્દી પાડી દેવાયો હતો. આશરે ડોઢ કલાક વિલંબ બાદ જ્યારે રમવાની શરૂઆત કરી તો વોક્સ, એન્ડરસન અને બ્રોડે ભારતીય બેટ્સમેનને ભારે પરેશાન કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે