IND vs NZ: ખતરામાં છે આ ખેલાડીનું ક્રિકેટ કરિયર? રોહિત શર્મા આજે આપી શકે છે જીવનદાન
India vs New Zealand 2nd T20: ભારત જો ન્યુઝીલેન્ડની સામે આજે મેચ જીતે છે તો, સીરિઝ તેના નામે થઈ જશે. રોહિત શર્મા આ સીરિઝ જીતવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દેશે. ન્યુઝીલેન્ડની સામે આ કાંટેદાર મેચમાં રોહિત શર્મા એક ખેલાડીને પ્લેઈંગ ઇલેવનમાં તક આપી તેના કરિયરને જીવનદાન આપી શકે છે.
Trending Photos
રાંચી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની T20 સીરિઝની બીજી મેચ આજે સાંજે 7 વાગ્યાથી રાંચીના JSCA સ્ટેડિયમમાં રમાશે. ભારતે પ્રથમ T20 મેચ 5 વિકેટથી જીતીને સીરિઝમાં 1-0 ની લીડ મેળવી છે. જો ભારત ન્યુઝીલેન્ડ સામેની આજની મેચ જીતી જશે તો સીરિઝ પોતાના નામે કરી લેશે. આ સીરિઝ જીતવા માટે રોહિત શર્મા પોતાની તમામ તાકાત લગાવી દેશે. ન્યુઝીલેન્ડ સામે આ કાંટાની મેચમાં રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં તક આપીને કોઈ ખેડાલીને જીવનદાન આપી શકે છે.
રોહિત શર્મા લઈ શકે છે મોટો નિર્ણય
T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. યુઝવેન્દ્ર ચહલને તક ન મળતાં બધાને આશ્ચર્ય છે. જો રોહિત શર્મા બીજી T20 મેચમાં અક્ષર પટેલની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં યુઝવેન્દ્ર ચહલને તક આપે છે તો ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો થશે. અક્ષર પટેલની વાત કરીએ તો, તેણે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 4 ઓવરની બોલિંગમાં એકપણ વિકેટ લીધા વિના 31 રન આપ્યા હતા. અક્ષર પટેલને તેની બેટિંગ પ્રતિભાના આધારે જ તક આપવામાં આવી હતી, જે ખોટો નિર્ણય સાબિત થયો હતો. જો યુઝવેન્દ્ર ચહલને બીજી T20 મેચમાં સામેલ કરવામાં આવે છે તો તે તેની કારકિર્દીની ફરી એકવાર નવી શરૂઆત હશે.
ટીમમાં થતો હતો અન્યાય!
વર્ષ 2021 યુઝવેન્દ્ર ચહલ માટે સારું રહ્યું નથી. IPL ના પહેલા તબક્કામાં ખરાબ પ્રદર્શનને કારણે ચહલને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેમના પર રાહુલ ચહરને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પસંદગીકારોના આ નિર્ણય પર ઘણા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા હતા. આ પછી ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં રાહુલ ચહરની જગ્યાએ ચહલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રથમ મેચમાં તેને બેન્ચ પર બેસવું પડ્યું હતું.
ખુલ્લીને કાઢી ભડાસ
હાલમાં જ 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' સાથેની વાતચીતમાં યુઝવેન્દ્ર ચહલે પોતાનું દર્દ જણાવતા મોટું નિવેદન આપ્યું છે. યુઝવેન્દ્ર ચહલે કહ્યું, 'મેં છેલ્લા ચાર વર્ષમાં ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ નથી કર્યો અને તે પછી મને અચાનક આટલી મોટી ઈવેન્ટ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. મને બહુ ખરાબ લાગ્યું. હું બે-ત્રણ દિવસ નીચે હતો. પરંતુ, તે પછી મને ખબર પડી કે આઈપીએલનો બીજો લેગ હવે આવવાનો છે.
પોતાને બહાર કરવા પર પ્રથમ વખત તોડ્યું મૌન
યુઝવેન્દ્ર ચહલે કહ્યું, 'હું મારા કોચ પાસે ગયો અને તેમની સાથે ઘણી વાત કરી. મારી પત્ની અને પરિવારે મને સતત પ્રોત્સાહન આપ્યું. મારા ચાહકો સતત પ્રેરક પોસ્ટ શેર કરતા હતા, જેનાથી મને શક્તિ મળી હતી. મેં મારી શક્તિને સમર્થન આપવા અને આ મૂંઝવણમાંથી બહાર આવવાનું નક્કી કર્યું. હું આ રીતે લાંબા સમય સુધી ગુસ્સામાં રહી શકતો નથી, કારણ કે તેનાથી મારા આઈપીએલ ફોર્મ પર અસર થશે. થોડા દિવસ પહેલા જ યુઝવેન્દ્ર ચહલે ભારતના નવા ટી20 કેપ્ટન રોહિત શર્માને પોતાનો મોટો ભાઈ ગણાવ્યો હતો. ચહલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો અને રોહિતનો સંબંધ ભાઈ જેવો છે. રોહિતની પત્ની રિતિકા તેને પોતાનો નાનો ભાઈ માને છે.
સિલેક્ટર્સે તોડી નાખ્યું હતું યુઝવેન્દ્ર ચહલનું દિલ
યુઝવેન્દ્ર ચહલને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના સૌથી નજીકના ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. બંને આરસીબીમાં પણ સાથે રમે છે, તેથી તેમની વચ્ચે સારું બોન્ડિંગ છે. સિલેક્ટર્સે યુઝવેન્દ્ર ચહલને T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટર્સે યુઝવેન્દ્ર ચહલને પડતો મૂકીને રાહુલ ચહર અને વરુણ ચક્રવર્તી જેવા સ્પિનરો પર દાવ લગાવ્યો હતો, જે બેકફાયર થયું હતું. રાહુલ ચહરને રમવાની તક મળી ન હતી જ્યારે વરુણ ચક્રવર્તી ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો હતો. T20 વર્લ્ડ કપમાં વરુણ ચક્રવર્તીએ ટીમ ઈન્ડિયાની નાવ ડુબાડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે