દક્ષિણ આફ્રિકાની ફિટનેસ સમસ્યાઓનો ફાયદો ઉઠાવવા ઉતરશે ભારત
ડરબનમાં પરાજય બાદ દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
- ડરબનમાં પ્રથમ વાર જીત્યું હતું ભારત
- આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું
- બીજી વનડે સેન્યુરિયનમાં રમાશે
Trending Photos
નવી દિલ્હીઃ આત્મવિશ્વાસથી ભરપુર ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આજે બીજી વનડે રમવા મેદાને ઉતરશે. આફ્રિકાનો કેપ્ટન ઈજાને કારણે શ્રેણીની બાકીની મેચો રમશે નહીં ત્યારે ભારતની નજર આફ્રિકાની ફિટનેસ સમસ્યાનો ફાયદો ઉઠાવવાની છે. ભારતે પ્રથમ વનડેમાં 6 વિકેટે વિજય મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ડરબનની હાર બાદ આફ્રિકાને બીજો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ બહાર થઈ ગયો છે. તેની આંગળીમાં ફેક્ચર છે. તે વનડે અને ટી20 શ્રેણીમાં નહીં રમે. ડીવિલિયર્સ પણ ઈજાને કારણે બહાર થે,
આફ્રિકાએ ડુ પ્લેસિસના સ્થાને ફરહાન બેહરદિનને ટીમમાં સ્થાન આપ્યું છે. પહેલા ખાયેલિહલે જોંડોને મહત્વ આપવામાં આવ્યું હતું. વિકેટકિપર બેટ્સમેન હેનરિચ ક્લાસેનને પણ ડી કોકના બેકઅપના રૂપમાં રાખવામાં આવ્યો છે. ડી કોક અત્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. પ્રથમ વનડેમાં તેણે માત્ર 34 રન બનાવ્યા હતા.
સેન્ચુરિયન વનડે પહેલા આફ્રિટન ટીમ મેનેજમેન્ટે બાકીની મેચો માટે કેપ્ટન તરીકે માર્કરમની નિમણુંક કરી છે. જો બીજી વનડે જીતીને ભારત 2-0ની લીડ બનાવી લેશે તો આફ્રિકા વનડેમાં નંબર-1નું સ્થાન ગુમાવી દેશે. ભારતે નંબર-1ના સ્થાને પહોંચવા માટે આ શ્રેણી 4-2થી જીતવી જરૂરી છે. આ મેદાન પર ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. ભારતે અહીં રમાયેલી 11 વનડેમાંથી 4માં વિજય મેળવ્યો છે, અને પાંચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આજ મેદાન પર ભારતે વિશ્વકપ 2003માં પાકિસ્તાનને હરાવ્યું હતું.
આફ્રિકા સામે અંહી રમાયેલી પાંચ મેચમાં ભારતે બે મેચ હારી છે. ભારતીય ટીમમાં ચોથા નંબરનું સ્થાન રહાણે માટે નક્કી થઈ ગયું છે. કેપ્ટન કોહલી અંતિમ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છશે નહીં. આફ્રિકાએ ચહલ અને કુલદીપની ફિરકીથી સાવધાન રહેવું પડશે. ભારતીય સમય પ્રમાણે આ મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે.
ભારતીય ટીમ
કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, રહાણે, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, ધોની, હાર્દિક પંડ્યા, ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, બુમરાહ, શમી અને શાર્દુલ ઠાકુર
આફ્રિકન ટીમ
ડી કોક, અમલા, ડ્યુમિની, ઈમરાન તાહિર, એડેન માર્કરામ, મિલર, મોર્ની મોર્કલ, મોરિસ, એન્ગિડી, એન્ડિલે પી, રબાડા, શમ્સી, જોંડો, બેહરદિન, ક્લાસેન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે