India vs USA: આજની મેચ ભારત જીતે એ માટે પાકિસ્તાનીઓ કરશે દુઆઓ: બકરી ડબામાં ફસાઈ
India vs USA Match, T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારતીય ટીમ અને અમેરિકા વચ્ચે મેચ રમાશે. જે પણ ટીમ આ મેચ જીતશે તે સુપર-8 માટે ક્વોલિફાય થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ જીત માટે પ્રબળ દાવેદાર છે. બીજી તરફ કપરી પરિસ્થિતિમાં ફસાયેલી પાકિસ્તાનની ટીમ પણ ભારતની જીત માટે પ્રાર્થના કરશે.
Trending Photos
India vs USA Playing 11: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને અમેરિકા વચ્ચે આજે એક મહત્વપૂર્ણ મેચ રમાશે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે.
જે પણ ટીમ આ મેચ જીતશે તે સુપર-8 માટે ક્વોલિફાય થશે. જો પાકિસ્તાનને ક્વોલિફાય કરવું હોય તો તેણે તેની બાકીની એક મેચ જીતવી પડશે અને અમેરિકા તેની બાકીની બંને મેચ હારે. અત્યારે આ ગ્રુપ-Aમાં ભારતીય ટીમ અને અમેરિકા બંનેના 2-2 પોઈન્ટ છે. ભારત હજુ પણ ટોચ પર છે. પાકિસ્તાને 3માંથી 1 મેચ જીતી છે.
Upcoming IPOs: આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તક
Plan Offers: Jio એ સસ્તો કર્યો પોતાનો Plan, માત્ર ₹76 માં આખું ફેમિલી માણી શકશે મજા
ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનો અમેરિકા સામેની આ મેચમાં પોતાનો દેખાવ સુધારવાનો પ્રયાસ કરશે. અમેરિકાની ટીમ ભલે બિનઅનુભવી હોય પરંતુ તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે અને ભારત તેને કોઈપણ રીતે ઓછી આંકવાનો પ્રયાસ કરશે નહીં.
નાસાઉ કાઉન્ટી ગ્રાઉન્ડની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ નથી, પરંતુ ભારતીય બેટ્સમેનો પાકિસ્તાન સામે તેમના પ્રદર્શનનું પુનરાવર્તન ટાળવા માંગે છે, જ્યારે ટીમે 30 રનની અંદર તેની છેલ્લી 7 વિકેટ ગુમાવી દીધી હતી. અમેરિકા સામે ઢીલું વલણ ભારતને ભારે પડી શકે છે, કારણ કે આ ટીમ અગાઉ પાકિસ્તાનને પણ હરાવી ચૂકી છે.
Stock to Buy: 2-3 દિવસમાં મોટી છલાંગ મારશે આ Pharma Stock, ચૂકતા નહી ગોલ્ડન ચાન્સ
Top 20 Stocks: આજે બજારમાં ક્યાંથી થશે તગડી કમાણી, ખૂલતાવેંત ખરીદી લેજો
અમેરિકી ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમનું ભારત તરફથી રમવાનું સપનું પૂરું થઈ શક્યું નથી. તેમાં સૌરભ નેત્રાવલકર અને હરમીત સિંહનો પણ સમાવેશ થાય છે જેમણે અત્યાર સુધી પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે.
જો કે પીચના વર્તનથી ટીમો વચ્ચેનું અંતર ઘટ્યું છે, પરંતુ અમેરિકા માટે ભારતીય ટીમને હરાવવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. યુએસની ટીમ બીજી ભારતીય ટીમ જેવી લાગે છે કારણ કે તેમાં ભારતીય મૂળના 8 ખેલાડીઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે