Tokyo Olympics માં ભારતીય સેનાના જવાનો બતાવશે દમખમ, દેશને અપાવશે ગોલ્ડ મેડલ!
Tokyo Olympics Special: ભારત તરફથી 11 ખેલાડીઓની ટીમ ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) જવાની છે. આ 115 ખેલાડીઓમાંથી 11 એવા ખેલાડી છે જે ભારતીય સેના સાથે જોડાયેલા છે.
Trending Photos
જયેશ જોશી, અમદાવાદઃ ભારત તરફથી ઓલિમ્પિક્સમાં દર વખતે કેટલાંક એવા ખેલાડી હોય છે જે સેના સાથે જોડાયેલા હોય છે. આ વખતે પણ અનેક રમતમાં સેનામાં સક્રિય ખેલાડી ઓલિમ્પિક્સ મેડલ લાવવા માટે દાવેરી કરી રહ્યા છે. તેમાંથી કેટલાંક ખેલાડીઓનો મેડલ લાવવાના પ્રબળ દાવેદારોમાં સમાવેશ થાય છે.
1. નીરજ ચોપરા:
ભારતના યુવા સ્ટાર નીરજ ચોપરા પણ સેના સાથે જોડાયેલા છે. તે JCOના પદ પર છે. આ વખતે ઓલિમ્પિક્સમાં નીરજ પાસેથી ઐતિહાસિક મેડલની આશા રાખવામાં આવી રહી છે. આ પહેલાં નીરજ એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ બંનેમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે.
2. અમિત પંઘાલ:
બોક્સર અમિત પંઘાલ હાલમાં 52 કિલોગ્રામ વર્ગમાં વર્લ્ડ નંબર વન ખેલાડી છે. દેશને તેની પાસેથી ઓલિમ્પિક મેડલની આશા છે. અમિત સેનામાં JCOના પદ પર છે. એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ અમિતે થોડા સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે તેની પાસેથી મેડલની આશા છે.
3. સતીશ કુમાર:
બોક્સર સતીશ કુમાર 91 કિલોગ્રામ વર્ગમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. તે 13 વર્ષથી સેનામાં જોડાયેલા છે. તેમણે 2014માં એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ અને 2018માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર પહેલો બોક્સર હતો.
4. સંદીપ કુમાર:
20 કિલોમીટર રેસ વોકિંગમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર સંદીપ કુમાર બીજી વખત આ રમતમાં ઉતરશે. તે સેનામાં નાયબ સુબેદારની પોસ્ટ પર છે. રિયો ઓલિમ્પિકમાં સંદીપ કુમાર ભાગ લઈ ચૂક્યા છે. તે સમયે તે 35માં સ્થાને રહ્યા હતા.
5. મનીષ કૌશિક:
મનીષ કૌશિક સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO)ના પદ પર છે. તેમણે ગયા વર્ષે એશિયન ક્વોલિફાયરમાં ટોક્યો ઓલિમ્પિક્સની ટિકિટ કપાવી હતી અને હવે તે 63 કિલોગ્રામ વર્ગમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. તેણે 2019ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
6. અવિનાશ સાબલે:
અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલચેઝમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. સ્કૂલનો અભ્યાસ પૂરો થયા પછી તે મહાર રેજિમેન્ટ સાથે જોડાઈ ગયા હતા. 26 વર્ષના સાબલેએ આ વર્ષે ફેડરેશન કપમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. ઓલિમ્પિકમાં તેમની પાસેથી મેડલની આશા રહેશે.
7. અરુણ લાલ જાટ- અરવિંદ સિંહ:
ઓલિમ્પિકમાં રોઈંગની રમતમાં ક્વોલિફાય થનારા અરુણલાલ જાટ અને અરવિંદ સિંહને રમતની દુનિયામાં લાવવાનો શ્રેય સેનાને જ જાય છે. બંનેએ 2017માં સેનામાં એન્ટ્રી કરી અને પહેલીવાર ઓલિમ્પિક રમત વિશે માહિતી મળી. બંને હવે ડબલ સ્કલ ઈવેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
8. પ્રવીણ જાધવ:
દેશના ટોચના તીરંદાજોમાં જાણીતા પ્રવીણ જાધવ સેનામાં હવાલદારના પદ પર છે. તે ટોક્યો ઓલિમ્પિકમાં બે ઈવેન્ટમાં ભાગ લેવાના છે. વ્યક્તિગત ઈવેન્ટ ઉપરાંત જાધવ પુરુષ રિકર્વ ટીમનો પણ ભાગ છે. જે ઓલિમ્પિકમાં ભાગ લેશે. વર્ષ 2019માં થયેલ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેમણે આ ટીમની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
9. તરુણદીપ રાય:
જાધવ ઉપરાંત ટોક્યો જઈ રહેલ તીરંદાજ તરુણદીપ રાય પણ સેના સાથે જોડાયેલા છે. સિક્કિમનો આ ખેલાડી JCOના પદ પર છે. તે અત્યાર સુધી બે વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂક્યો છે અને આ તેનો ત્રીજો ઓલિમ્પિક છે. ટોક્યો જઈ રહેલ તીરંદાજોમાં તે સૌથી વધારે અનુભવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે