આબરૂના ધજાગરા! ભારતના આ 5 ખેલાડીઓ 0 પર આઉટ, કાળ બન્યો ન્યૂઝિલેન્ડનો આ બોલર

ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે શરમજનક રેકોર્ડ બનાવી દીધો છે. બેંગલુરૂ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે રોહિતની સેના માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. 
 

આબરૂના ધજાગરા! ભારતના આ 5 ખેલાડીઓ 0 પર આઉટ, કાળ બન્યો ન્યૂઝિલેન્ડનો આ બોલર

India vs New Zealand 1st Test Day 2 Score LIVE : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં શરૂ થઈ હતી. પરંતુ વરસાદના કારણે પ્રથમ દિવસની રમત સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. આજે (17 ઓક્ટોબર) મેચનો બીજો દિવસે ભારતે આબરૂના ધજાગરા કાઢ્યા છે. આખી ટીમ 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેમાં 5 ખેલાડી તો 0 પર આઉટ થયા છે.  

ભારત વિ ન્યુઝીલેન્ડ 1લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ઈજાગ્રસ્ત શુભમન ગિલના સ્થાને સરફરાઝ ખાન ટીમમાં પરત ફર્યો હતો. આકાશ દીપની જગ્યાએ કુલદીપને ત્રીજા સ્પિનર ​​તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 

ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ શ્રેણી રમાશે. ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. જ્યારે ટોમ લાથમ કિવી ટીમની કમાન સંભાળી રહ્યા છે. મેટ હેનરી ભારતીય બેટસમેનો માટે કાળ બની ગયો છે. એને 13 ઓવરમાં 5 વિકેટ ખેરવી હતી અને માત્ર 15 રન જ આપ્યા હતા. 

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચના બીજા દિવસે (17 ઓક્ટોબર) ટોસ જીત્યો હતો. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બેંગલુરુ ટેસ્ટમાં ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પ્રથમ 6 ઓવરમાં ખૂબ જ કસી એવી બોલિંગ કરી અને ભારતીય ટીમ માત્ર 9 રન બનાવી શકી હતી. શરૂઆતના દબાણની અસર રોહિત પર જોવા મળી હતી અને તે ટિમ સાઉથીના ઇનકમિંગ બોલ પર માત્ર 2 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. આ પછી વિરાટ કોહલી (0) અને સરફરાઝ ખાન પણ (0) પર આઉટ થયા. એક સમયે ભારતનો સ્કોર 9-0 હતો, પરંતુ 10 રન થયા ત્યાં સુધીમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી.

આ પછી ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે (13) થોડા સમય માટે ઇનિંગ્સને સંભાળી હતી. પરંતુ જયસ્વાલ વિલિયમ ઓરર્કના બોલ પર એજાઝ પટેલના હાથે કેચ આઉટ થયો હતો. આ રીતે ભારતીય ટીમને 31 રન પર ચોથો ઝટકો લાગ્યો હતો.  કેએલ રાહુલ (0) પર પાંચમી વિકેટ તરીકે 33 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાના સ્કોરમાં માત્ર 1 વધુ રન ઉમેરાયો હતો અને રવિન્દ્ર જાડેજા પણ બેજવાબદાર શોટ રમીને શૂન્ય પર આઉટ થયો હતો. લંચ પછી આવેલો રવિચંદ્રન અશ્વિન (0) પહેલાં જ બોલ પર મેટ હેનરીની બોલિંગમાં ગ્લેન ફિલિપ્સના હાથે કેચ આઉટ થયો હતો. આમ 11માંથી 5 ખેલાડી 0 રન પર આઉટ થયા હતા. 

ભારતીય ઇનિંગ્સ દરમિયાન માત્ર રિષભ પંત જ થોડી લયમાં હોય તેમ 20 રન બનાવીને મેટ હેનરીની બોલિંગમાં કેપ્ટન ટોમ લાથમના હાથે કેચ આઉટ થયો હતો. તે આઉટ થનાર આઠમો ખેલાડી હતો. જસપ્રીત બુમરાહ (1) આઉટ થનારો નવમો ખેલાડી હતો.

પહેલા દિવસે વરસાદથી ધોવાયો હતો પહેલો દિવસ
પ્રથમ દિવસે વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ ગઈકાલે (16 ઓક્ટોબર) મેચનો પ્રથમ દિવસ હતો. પરંતુ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. વરસાદનો કહેર એટલો હતો કે ટોસ પણ થઈ શક્યો ન હતો. દિવસભર વરસાદના કારણે કવર મેદાનમાં હાજર રહ્યા હતા. ઘણી વખત એવા અપડેટ્સ આવ્યા હતા કે મેચ શરૂ થઈ શકે છે, પરંતુ લગભગ 2.30 વાગ્યે મેચના પ્રસારણ દરમિયાન, ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સબા કરીમે જાહેરાત કરી કે 16 ઓક્ટોબરની રમત રદ કરવામાં આવી છે.

ભારત અને ન્યુઝીલેન્ડનો ટેસ્ટ ઈતિહાસ
જ્યારે પણ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતની મુલાકાતે આવી છે અને અહીં ટેસ્ટ સિરીઝ રમી છે ત્યારે તેને વારંવાર ઝટકા લાગ્યા છે. અહીં ચાહકોને સરળ શબ્દોમાં કહી દઈએ કે ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી.

કિવી ટીમે 1955માં પ્રથમ વખત ભારતનો પ્રવાસ કર્યો હતો, જ્યારે તેને 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણીની ત્રણ મેચ ડ્રો રહી હતી. આ પછી 1965માં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત આવી અને આ વખતે પણ તેને એક પણ ટેસ્ટ જીતવાની તક મળી નથી. ત્યાર બાદ ભારતે 4 ટેસ્ટ શ્રેણીમાં 1-0થી પરાજય આપ્યો હતો. 3 ટેસ્ટ ડ્રો થઈ હતી ત્યારબાદ 4 વર્ષ પછી એટલે કે 1969માં કિવી ટીમે એકવાર ભારતનો પ્રવાસ કર્યો અને આ વખતે તેણે ભારતની ધરતી પર પ્રથમ ટેસ્ટ જીતી. આ વખતે ન્યુઝીલેન્ડ 3 મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરવામાં સફળ રહ્યું હતું. આ વખતે પણ એક મેચ ડ્રો રહી હતી.

ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લી શ્રેણી હારી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી નવેમ્બર 2021માં રમાઈ હતી. આ શ્રેણી માત્ર ભારતની ધરતી પર જ થઈ હતી, જ્યાં ન્યૂઝીલેન્ડને 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો આપણે એકંદરે ટેસ્ટ શ્રેણી અને મેચના રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં પણ ભારતીય ટીમનો જ હાથ ઉપર જ છે પણ આજના ધબડકાએ ચિંતા ઉભી કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news