આ ભારતીય ક્રિકેટરે મોડલ સાથે કર્યા લગ્ન, મેળામાં થયો હતો પ્રેમ, શાનદાર છે LOVE STORY

ભારતીય ક્રિકેટ ટીમ માટે ત્રણ વનડે રમી ચુકેલા હિમાચલના ઓલરાઉન્ડર ઋૃષિ ધવને મોડલ દીપાલી ચૌહાણ સાથે લગ્ન કરી લીધા છે. 

Updated: Feb 12, 2019, 01:23 PM IST
 આ ભારતીય ક્રિકેટરે મોડલ સાથે કર્યા લગ્ન, મેળામાં થયો હતો પ્રેમ, શાનદાર છે LOVE STORY

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર ઋૃષિ ધવને ફેશન ડિઝાઇનર દીપાલી ચૌહાણ સાથે લગ્ન કરી લીધા છે. દીપાલી મોડલ રહી ચુકી છે. દીપાલી પણ ધવનની જેમ હિમાચલ પ્રદેશની રહેનારી છે. બંન્નેએ હિમાચલ પ્રદેશમાં જ લગ્ન કરી લીધા છે. ઋૃષિ ધવન ટીમ ઈન્ડિયા તરફથી રમી ચુક્યો છે. તે હિમાચલની રણજી ટીમની સાથે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, કિંગ્લ ઈલેવન પંજાબ માટે પણ રમી ચુક્યો છે. 

ધવને હિમાચલમાં લગ્ન કર્યા છે. લગ્ન સમારોહમાં નજીકના મિત્રો અને સંબંધિઓને જ બોલાવવામાં આવ્યા હતા. આ સમારોહમાં કોઈ વીવીઆઈપી સામેલ થયા નથી. મહત્વનું છે કે ઋૃષિ ધવનના પ્રેમની શરૂઆત આશરે 8 વર્ષ પહેલા થઈ હતી. 19 ફેબ્રુઆરી 1990ના હિમાચલ પ્રદેશના મંડીમાં જન્મેલા ઋૃષિ ધવન આશરે આઠ વર્ષ પહેલા મીકા સિંહના કાર્યક્રમમાં ગયો હતો. મીકા સિંહનો સ્ટાર નાઇટ કાર્યક્રમ એક મેળામાં હતો. આ દરમિયાન દીપાલી ચૌહાણ પણ ત્યાં આવી હતી. આ દરમિયાન બંન્નેની મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંન્નેને પ્રેમ થયો હતો. 

ઋૃષિની ઉંમર તે સમયે માત્ર 20 વર્ષની હતી. ત્યારે તેણે દીપાલીને જીવનસાથી બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. બંન્નેએ ગત વર્ષે શગાઈ કરી હતી. હવે મુલાકાતના આઠ વર્ષ બાદ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. દીપાલી ફેશન ડિઝાઇનર છે. તે મોડલ પણ રહી ચુકી છે. 

લગ્ન કર્યા બાદ ઋૃષિ ધવન ઘણી તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે લખ્યું છે, અંતે તે દિવસ આવી ગયો. જ્યારે મેં સુંદર યુવતી સાથે લગ્ન કરી લીધા છે. દીપાલી ચૌહાણ હું તને ઘણો પ્રેમ કરીશ. લોકો ધવન અને દીપાલીને શુભેચ્છા આપી રહ્યાં છે. ઓલરાઉન્ડર ઋૃષિ ધવન ટીમ ઈન્ડિયામાં વાપસીનો પ્રયત્ન કરી રહ્યો છે. 

ધવન 2016માં ટીમ ઈન્ડિયામાં સામેલ થયો હતો. તેણે ત્યારે તેણે ત્રણ વનડે અને એક ટી20 મેચ રમી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી. તે મીડિયમ પેસર બોલિંગની સાથે ઓલરાઉન્ડર છે.