ભારતીય ફાસ્ટ બોલરોનું પ્રદર્શન અવિશ્વસનીયઃ કપિલ દેવ

મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે ભારતીય ફાસ્ટ બોલરોની ભરપૂર પ્રશંસા કરી હતી. 

Updated By: Jan 3, 2019, 05:56 AM IST
ભારતીય ફાસ્ટ બોલરોનું પ્રદર્શન અવિશ્વસનીયઃ કપિલ દેવ

ચેન્નઈઃ મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ફાસ્ટ બોલરોની પ્રશંસા કરતા તેને અવિશ્વસનીય ગણાવ્યું છે. કપિલે એક સવાલના જવાબમાં કહ્યું, શાનદાર. છેલ્લા 15 મહિનામાં બીજી કોઈ ટીમના ફાસ્ટ બોલરો આટલું સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. ભારતીય ટીમે સારૂ પ્રદર્શન કર્યું છે. તે અશ્વિસનીય છે. 

સિડની ટેસ્ટ લાઇવ અપડેટ્સ

મેદાન પર વિરાટ કોહલીની આક્રમકતા વિશે પૂછવા પર 1983ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને કહ્યું કે, જ્યારે ટીમ સારૂ રમી રહી છે, તેનાથી કોઈ ફેર પડતો નથી. તેમણે કહ્યું, એમએસ ધોનીનું ચુપ રહેવુ રમત માટે સારૂ હતું કે ખરાબ. દરેક કેપ્ટનનો એક વિચાર હોય છે અને તે તમારા પર નિર્ભર કરે છે, તમે તેને કઈ રીલે લો છો. મેદાન પર જ્યારે તે સારૂ પ્રદર્શન કરે ત્યારે કોઈ ફેર પડતો નથી. બે લોકો એક જેવા ન હોઈ શકે.