ભારતનો આ બેટ્સમેન તોડી શકે છે લારાનો 400 રનનો રેકોર્ડઃ વોર્નરની ભવિષ્યવાણી
ડેવિડ વોર્નર(David Warner) ભલે આ તક ચુકી ગયો, પરંતુ તેનું માનવું છે કે ટેસ્ટ ઈતિહાસનો(Test History) સૌથી મોટો સ્કોર(400 રન)નો રેકોર્ડ(Largest Score Recored) તુટી શકે છે. વોર્નરે જણાવ્યું કે, ભારતનો રન મશીન રોહિત શર્મા(Rohit Sharma) આ રેકોર્ડ તોડી શકે છે. ટેસ્ટ ઈતિહાસના સૌથી મોટા સ્કોર વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારાના(Brian Lara) નામે છે.
Trending Photos
એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના(Australia) ઓપનર ડેવિડ વોર્નરે(David Warner) પાકિસ્તાન(Pakistan) સામે બીજી ટેસ્ટમાં વર્ષ 2019ની ત્રેવડી સદી(Triple Century) ફટકારી છે. વોર્નર ટેસ્ટ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવવાની નજીક હતો ત્યાં જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેનના એક નિર્ણયે તેની પાસેથી આ તક છીનવી લીધી. ટિમ પેને દાવ ડિક્લેર કર્યો ત્યારે ડેવિડ વોર્નર 335 રને નોટઆઉટ હતો.
ડેવિડ વોર્નર(David Warner) ભલે આ તક ચુકી ગયો, પરંતુ તેનું માનવું છે કે ટેસ્ટ ઈતિહાસનો(Test History) સૌથી મોટો સ્કોર(400 રન)નો રેકોર્ડ(Most Run Recored) તુટી શકે છે. વોર્નરે જણાવ્યું કે, ભારતનો રન મશીન રોહિત શર્મા(Rohit Sharma) આ રેકોર્ડ તોડી શકે છે. ટેસ્ટ ઈતિહાસના સૌથી મોટા સ્કોર વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારાના(Brian Lara) નામે છે. લારાએ 2004માં ઈંગ્લેન્ડ સામે 400 રનની નોટ આઉટ ઈનિંગ્સ રમી હતી. ટેસ્ટ ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડનના (380 રન) નામે છે. ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટા સ્કોર બાબતે 10મા ક્રમે છે.
ડેવિડ વોર્નરે સૌથી મોટા સ્કોર સાથે જોડાયેલા સવાલ અંગે જણાવ્યું કે, "એ વ્યક્તિ પર આધારિત છે. આપણે ત્યાં બોર્ડર લાઈન ઘણે દૂર હોય છે અને તેને પાર કરવી ક્યારેક મુશ્કેલ પણ હોય છે. જ્યારે પણ થાક પ્રભાવી થઈ જાય છે ત્યાર પછી હાથ ચલાવવા મુશ્કેલ બની જાય છે."
વોર્નરે વધુમાં જણાવ્યું કે, "મેં અંતિમ ક્ષણોમાં કેટલાક લાંબા શોટ્સ મારવાનો પ્રયાસ કર્યો હતો, કેમ કે હું સમજી રહ્યો હતો કે હવે હું બોલને બાર્ડરને પાર કરાવી શકીશ નહીં. મારું માનવું છે કે, એક દિવસ મારી નજર સામે જ એક ખેલાડી આ રેકોર્ડ તોડી શકે છે અને તે ખેલાડી છે, રોહિત શર્મા."
ડેવિડ વોર્નરે પ્રથમ ટેસ્ટમાં 154 રનની ઈનિંગ્સ રમી હતી. ત્યાર પછી તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં નોટ આઉટ 335 રન ફટકાર્યા હતા. આ કોઈ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનો બીજો સર્વોચ્ચ સ્કોર છે. વોર્નરે પોતાની 335 રનની ઈનિંગ્સ દરમિયાન ડોન બ્રેડમેન(334), માર્ક ટેલર (334) અને માઈકલ ક્લાર્ક (329) જેવા અનેક દિગ્ગજ સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
ICYMI 👇 https://t.co/yDy15ulvUx
— ICC (@ICC) November 30, 2019
ઉલ્લેખનીય છે કે, ભારતમાં રન મશીન કહેવાતો રોહિત શર્મા વન ડે ફોર્મેટમાં તો સફળ થયો હતો, પરંતુ શરૂઆતમાં ટેસ્ટ ક્રિકેટમાં સફળતા મેળવી શક્યો ન હતો. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ઓપનિંગમાં આવ્યા પછી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં પુનરાગમન સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની પ્રથમ ટેસ્ટમાં રોહિતે દક્ષિણ આફ્રિકા સામેની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી અને આ શ્રેણીમાં તે મેન ઓફ ધ સીરીઝ પણ બન્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે