AUS vs PAK : યાસિરની સદી બેકાર, વોર્નર જેટલા રન પણ ન બનાવી શક્યું પાકિસ્તાન
ઓસ્ટ્રેલિયાએ(Australia) મેચની પ્રથમ ઈનિંગ્સમાં ડેવિડ વોર્નરની(David Warner) ત્રેવડી સદીની મદદથી 589/3નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેની સામે પાકિસ્તાનને(Pakistan) પ્રથમ ઈનિંગ્સમાં 302 રને ઓલઆઉટ(All Out) કરી દીધું હતું.
Trending Photos
એડિલેડઃ ઓસ્ટ્રેલિયા(Australia) પ્રવાસે પાકિસ્તાનનું (Pakistan) ખરાબ પ્રદર્શન સતત બીજી ટેસ્ટમાં ચાલી રહ્યું છે. મહેમાન ટીમ પ્રથમ ટેસ્ટ હારી ચુક્યી છે. હવે બીજી ટેસ્ટમાં તે ફોલોઓનનો(Follow On) સામનો કરી રહી છે. ઓસ્ટ્રેલિયા(Australia)એ મેચની પ્રથમ ઈનિંગ્સમાં ડેવિડ વોર્નરની(David Warner)) ત્રેવડી સદીની મદદથી 589/3નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ત્યાર પછી પાકિસ્તાન(Pakistan)ને પ્રથમ ઈનિંગ્સમાં 302 રને ઓલઆઉટ(All Out) કરી દીધું હતું. પાકિસ્તાન(Pakistan) ડેવિડ વોર્નર જેટલા રન પણ બનાવી શક્યું નહીં.
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન(Australia vs Pakistan) વચ્ચે બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે. ડેવિડ વોર્નરે(David Warner) આ મેચમાં 335 રનની જોરદાર ઈનિંગ્સ રમી હતી અને અંત સુધી આઉટ થયો ન હતો. તેમણે આ ઈનિંગ્સમાં 418 બોલનો સામનો કર્યો અને 39 ચોગ્ગા અને છગ્ગા લગાવ્યા હતા. એ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 589 રન હતા, ત્યારે કેપ્ટન ટિમ પેને ઈનિંગ્સની જાહેરાત કરી દીધી હતી.
પાકિસ્તાન(Pakistan) બીજા દિવસે રમત પુરી થવા સુધી 6 વિકેટે 96 રન બનાવ્યા હતા. મેચના ત્રીજા દિવસે રવિવારે બાબર આઝમ(97) અને યાસિર શાહે(113)ની ઈનિંગ્સ રમી હતી. આ બંનેએ સાતમી વિકેટ માટે 105 રન ઉમેર્યા હતા. બાબર આઝમ 194ના ટીમના સ્કોરે મિશેલ સ્ટાર્કના બોલ પર ટિમ પેનને કેચ આપી દીધો હતો. આ સાથે જ ફોલોઓન બચાવવા માટે પાકિસ્તાનની આશાઓ તુટી ગઈ હતી.
યાસિર શાહે બાબરના આઉટ થયા પછી પણ સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 42 રન હતો. તેણે મોહમ્મદ અબ્બાસ સાથે મળીને ટીમનો સ્કોર 281 રન સુધી પહોંચાડ્યો હતો. આ સ્કોર પર અબ્બાસ આઉટ થઈ ગયો હતો. થોડા સમય પછી યાસિર પણ આઉટ થઈ ગયો. તે પાકિસ્તાન તરફથી આઉટ થનારો અંતિમ બેટ્સમેન હતો.
યાસિર આઉટ થયો હતો ત્યારે પાકિસ્તાનનો સ્કોર 302 રન હતો. આ રીતે મહેમાન ટીમ પ્રથમ ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાથી 287 રન પાછળ રહી હતી અને હવે તે ફોલોઓન રમી રહી છે.
પાકિસ્તાન(Pakistan)ને 302 રનમાં ઓલ આઉટ કરવામાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સનું મુખ્ય યોગદાન રહ્યું છે. મિશેલ સ્ટાર્કે પોતાની ટીમ તરફથી સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. પેટ કમિન્સને ત્રણ વિકેટ મળી હતી. એક વિકેટ જોશ હેઝલવુડે લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે