Adelaide Test: ભારતે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું, સીરિઝમાં 1-0થી આગળ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 119.5 ઓવરમાં 291 રન કરીને આઉટ થઈ ગઈ. આમ ભારતે 31 રનથી મેચ જીતી લીધી.
Trending Photos
એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. અત્રે જણાવવાનું કે ભારત 71 વર્ષમાં ક્યારેય ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ જીત્યું નથી. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 119.5 ઓવરમાં 291 રન કરીને આઉટ થઈ ગઈ. આમ ભારતે 31 રનથી મેચ જીતી લીધી. આજે પાંચમા દિવસની રમત શરૂ થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાના 4 વિકેટના નુકસાન પર 104 રન હતાં. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સમક્ષ જીત માટે 323 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ તેના જવાબમાં ચોથા દિવસે રમત પૂરી થઈ ત્યારે 4 વિકેટના નુકસાન પર 104 રન કર્યા હતાં. આજે પાંચમા દિવસની રમત શરૂ થઈ ત્યારે ઈશાંત શર્માએ ભારતને પહેલી સફળતા અપાવી. તેણે ટ્રાવેસ હેટને આઉટ કર્યો હતો. બોલરોમાં જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સમીએ 3-3-3 વિકેટ લીધી જ્યારે ઈશાંત શર્માએ 48 રન આપીને એક વિકેટ લીધી. મુરલી વિજયને કોઈ સફળતા મળી નહતી.
Live updates..
ટીમ ઈન્ડિયા જીતથી માત્ર એક વિકેટ દૂર, ઓસ્ટ્રેલિયાને હજુ 64 રનની જરૂર
ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ બુમરાહે લીધી. બુમરાહે પેટ કમિન્સની વિકેટ લેતા ઓસ્ટ્રેલિયા માટે હવે જીતની રાહ કપરી બની ગઈ. કમિન્સ 28 રન બનાવીને આઉટ થયો. હવે ભારતની જીત માટે માત્ર એક જ વિકેટની જરૂર છે. મેચની હજુ 37 ઓવર બાકી છે. ત્યારે ભારત માટે આ જીત સરળ લાગી રહી છે.
જીતથી ઓસ્ટ્રેલિયા 81 રન અને ભારત માત્ર 2 વિકેટ દૂર
મોહમ્મદ સમીએ મિશેલ સ્ટાર્કની વિકેટ લેતા ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટના નુકસાને 242 રન થયો છે. ઓસ્ટ્રેલિયાએ હજુ જીતવા માટે 81 રનની જરૂર છે. જે મુશ્કેલ લાગી રહ્યું છે. જ્યારે ભારતને માત્ર બે વિકેટની જરૂર છે.
ટિમ પેન આઉટ થતા ઓસ્ટ્રેલિયાના 7 વિકેટે 187 રન
લંચ બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક સફળતા મળી. જસપ્રિત બુમરાહે ટિમ પેનની વિકેટ લીધી. આ રીતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 85 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 187 રન થયો.
લંચ બ્રેક:
લંચ બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 6 વિકેટ ગુમાવીને 186 રન બનાવી લીધા છે. જીતવા માટે હજુ તેને 137 રન જોઈએ છે. ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર છે. જસપ્રીત બુમરાહે શોન માર્શને આઉટ કરીને ભારતને રાહત અપાવી હતી.
પાંચમા દિવસના રમતની શરૂઆત
રમત શરૂ થાય તે પહેલા માર્ક વોએ પિચ રિપોર્ટમાં કહ્યું હતું કે આ પીચ હજુ પણ બેટિંગ માટે સારી છે. પિચનો મુખ્ય ભાગ ખરાબ થયો નથી. જો બેટ્સમેન સારી રીતે બેટિંગ કરે અને ભાગ્યનો થોડોગણો સાથ મળે તો ઓસ્ટ્રેલિયાની જીત શક્ય છે. આ માટે જરૂરી છે કે બેટ્સમેનો સિંગલ રન લે. હાલ ટ્રેવિસ હેડ 14 રને આઉટ થયા બાદ શોન માર્શ અને ટિમ પેન રમતમાં છે. ભારતને જીત માટે હજુ 5 વિકેટની જરૂર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને 175 રન જીતવા માટે જોઈએ છે.
ચોથા દિવસની રમત પૂરી
ચોથા દિવસે રમત પૂરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટ પર 104 રન હતો. એટલે કે ઓસ્ટ્રેલિયા હવે જીતથી માત્ર 219 રન દૂર છે. ભારતને જીતવા માટે 6 વિકેટની જરૂર છે.
ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ
ભારતે જીત માટે આપેલા 323 રનના ટાર્ગેટની શરૂઆત ઓસ્ટ્રેલિયા તરફથી ફિંચ અને હેરિસે કરી હતી. અશ્વિને ફિંચની વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને પહેલો આંચકો આપ્યો હતો. એરોન ફિંચ 35 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ માર્ક્સ હેરિસે 26 રન કરીને આઉટ થયો. મોહમ્મદ સમીએ તેની વિકેટ લીધી હતી. અશ્વિને ફરીથી વિકેટ લેતા ઉસ્માન ખાજા 42 રને આઉટ થયો. ત્યારબાદ સમીએ ફરીથી વિકેટ લીધી અને પીટર હેન્ડ્સકોમ્બ 14 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. આમ ચોથા દિવસની રમત પૂરી થતા ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવી દીધી. 46.5 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 104 રન કર્યાં.
મેચનો ચોથો દિવસ, ભારતનો બીજો દાવ, રમત અડધો કલાક વહેલી શરૂ થઈ
મેચના ચોથા દિવસની રમત અડધો કલાક વહેલી શરૂ થઈ. પૂજારાએ પોતાની અડધી સદી પૂરી કરી. પૂજારા જો કે 71 રન કરીને લોયનની બોલિંગમાં આઉટ થયો. પૂજારા આઉટ થયો ત્યારબાદ રોહિત શર્માં પણ સસ્તામાં આઉટ થયો. રોહિત શર્મા લોયનની બોલિંગમાં એક રન બનાવીને આઉટ થઈ ગયો. લંચ બ્રેક પડ્યો ત્યાં સુધીમાં ભારતના 5 વિકેટના નુકસાન પર 260 રન હતાં. (95 ઓવર) અજિંક્ય રહાણે 57 રન અને ઋષભ પંત 10 રન બનાવીને રમતમાં હતાં. લંચ બ્રેક પૂરો થયા બાદ તરત પંતની વિકેટ પડી. તે 16 બોલમાં 28 રન કરીને આઉટ થયો. આમ ભારતનો સ્કોર ત્યારે 6 વિકેટે 282 રન થયો.
રવિચંદ્રન અશ્વિન પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો. આ બાજુ રહાણે પણ 70 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. લંચ બાદ ભારતની વિકેટો ફટાફટ પડવા લાગી. મોહમ્મદ સમી પણ પહેલા જ બોલે આઉટ થઈ જતાં ભારતના 9 વિકેટે 303 રન થયા. નાથન લોયનને હેટ્રિકનો ચાન્સ હતો પરંતુ મિસ થઈ ગયો. જો કે ઈશાંત શર્મા પણ ખાતું ખોલાવ્યાં વગર જ આઉટ થઈ જતા આખરે ભારતનો દાવ 307 રન પર સમેટાઈ ગયો. ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 307 રનમાં ઓલઆઉટ થઈ જતા હવે ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ જીતવા માટે 323 રનનો લક્ષ્યાંક છે.
ભારતનો બીજો દાવ (ત્રીજા દિવસની રમત)
ભારતીય ઓપનરોએ બીજા દાવની શરૂઆત કરી. ટી બ્રેક સુધીમાં ભારતે 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 86 રન કરી લીધા હતાં. પ્રથમ ઈનિંગની 15 રનની લીડ મળી છે. આમ કુલ લીડ 101 થઈ છે. મુરલી વિજય 20 રન બનાવીને આઉટ થયો હતો. કે એલ રાહુલ 44 રન કરીને આઉટ થયો. તેને જોશ હેઝલવુડે આઉટ કર્યો. નાથન લોયનની બોલિંગમાં ચેતેશ્વર પૂજારા આઉટ થયો હતો પરંતુ તેને ડીઆરએસએ બચાવી લીધો. પૂજારાએ એમ્પાયરના નિર્ણયને પડકાર્યો અને બચી ગયો. જો કે ત્યારબાદ વિરાટ કોહલી પણ કઈ ખાસ કરી શક્યો નહીં. તે 34 રન બનાવીને આઉટ થઈ ગયો. તેને સ્પિનર નાથન લોયને આઉટ કર્યો.
જો કે ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી વચ્ચે થયેલી ભાગીદારીના કારણે ભારતે ત્રીજા દિવસની રમતના અંતે 61 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 151 રન કર્યાં. પહેલા દાવની 15 રનની લીડ મળીને હવે ભારતને કુલ 166 રનની લીડ મળી છે. બીજા દાવમાં ભારતની હજુ 7 વિકેટ બાકી છે. આવામાં ભારતની સ્થિતિ મજબુત કહી શકાય.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ
ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઈનિંગનો પ્રારંભ કર્યો હતો ત્યારે પહેલી ઓવરમાં એરોન ફિન્ચ (0)ને ઈશાંત શર્માએ બોલ્ડ કરીને ભારતને સફળતા અપાવી હતી. પર્દાપણ કરી રહેલ માર્કસ હૈરિસ અને ઉસ્માન ખ્વાજા ક્રિઝ પર છે. આ બંન્નેએ બીજી વિકેટ માટે 45 રન જોડ્યા હતા. ઓસ્ટ્રલિયાએ ધીમી બેટિંગ કરી હતી. ત્યારબાદ ઈનિંગની 22મી ઓવરમાં અશ્વિને માર્કર હૈરિસ (26)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો હતો. હૈરિસ કેચઆઉટ થયો હતો. બીજા દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 191 રન કર્યાં હતાં. આજે ત્રીજા દિવસે આખી ઓસી ટીમ 235 રન પર સમેટાઈ જતા હવે ભારતને 15 રનની લીડ મળી છે.
અશ્વિને ડાબોડી બેટ્સમેનો પર કહેર વરસાવવાનું શરૂ કર્યું હતું. તેણે માર્કસ હૈરિસ બાદ શોન માર્શને આઉટ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. માર્શ માત્ર બે રન બનાવી અશ્વિનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને હેડ્સકોંબે ચોથી વિકેટ માટે 28 રન જોડ્યા હતા. ત્યારે ફરી અશ્વિન ત્રાટક્યો અને સેટ થઈ ગયેલા ખ્વાજાને પંચના હાથે કેચઆઉટ કરાવીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. ભારતની જેમ ઓસ્ટ્રેલિયાની પણ એક બાદ એક વિકેટ પડાવનું ચાલું રહ્યું હતું. હેડ્સકોંબ 34, ટિમ પેન 5 અને પેટ કમિન્સ 10 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રએલિયાએ 177 રનના સ્કોરે 7 વિકેટ ગુમાવી દીધી છે.
ભારત 250 રન બનાવી ઓલઆઉટ
ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 250 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્કોરબોર્ડઃ લોકેશ રાહુલ 2, મુરલી વિજય 11, ચેતેશ્વર પૂજારા 123, વિરાટ કોહલી 3, રોહિત શર્મા 37, રિષભ પંત 25, અશ્વિન 25, ઈશાંત શર્મા 4, શમી 6, બુમરાહ 0 (અણનમ).
ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક, કમિન્સ અને નાથન લિયોનને બે-બે સફળતાઓ મળી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસે રમત પૂર્ણ થતા 9 વિકેટ ગુમાવીને 250 રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે