મહિલા ટી20 : પ્રથમ ટી20માં ભારતે વીન્ડીઝને આપ્યો પરાજય, મંધાના-શેફાલીની વિક્રમી ભાગીદારી

ભારતીય ટીમે ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 185 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પછી વેસ્ટ ઈન્ડીઝની ટીમને 20 ઓવરમાં 9 વિકેટે 101 રન જ બનાવવા દીધા હતા.
 

મહિલા ટી20 : પ્રથમ ટી20માં ભારતે વીન્ડીઝને આપ્યો પરાજય, મંધાના-શેફાલીની વિક્રમી ભાગીદારી

સેન્ટ લુસિયાઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝને 83 રનના મોટા અંતરથી પરાજય આપ્યો છે. શનિવારે રાત્રે ડેરન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિજય સાથે જ ભારતીય મહિલા ટીમે 5 મેચની ટી20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને વન ડે શ્રેણીમાં 201થી પરાજય આપ્યો હતો. 

185નો વિશાળ સ્કોર 
ભારતીય ટીમે ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 185 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પછી વેસ્ટ ઈન્ડીઝની ટીમને 20 ઓવરમાં 9 વિકેટે 101 રન જ બનાવવા દીધા હતા. વેસ્ટ ઈન્ડીઝ માટે શેમેન કેમ્પબેલે સૌથી વધુ 33 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત હેલી મેથ્યુઝે 13, સ્ટેસી એન. કિંગે 13 અને કિશોના નાઈટે 12 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમ તરફથી શિખા પાંડે, રાધા યાદવ અને પૂનમ યાદવે 2-2 જ્યારે દીપ્તી શર્મા અને પૂજા વસ્ત્રાકરે 1-1 વિકેટ લીધી હતી. 

— BCCI Women (@BCCIWomen) November 10, 2019

મંધાના-શેફાલનીની તોફાની બેટિંગ 
આ અગાઉ શેફાલી વર્મા(73) અને સ્મૃતિ મંધાના(67)ની તોફાની બેટિંગ વડે ભારતીય ટીમે ચાર વિકેટે 185 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. શેફાલીએ 49 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. મંધાનાએ 46 બોલમાં 11 ચોગ્ગા સાથે 67 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 13 બોલમાં 3 ચોગ્ગાની મદધથી 21 અને વેદા કૃષ્ણામૂર્તિએ 7 બોલમાં 15 રનની ઈનિંગ્સ રમી હતી. વેસ્ટ ઈન્ડીઝ તરફથી શકીરા સેલ્મન અને કેપ્ટન અનિશા મોહમ્મદે 2-2 વિકેટ લીધી હતી. 

પ્રથમ વિકેટની ભાગીદારીનો રેકોર્ડ
આ મેચમાં મંધાના અને શેફાલીએ 143 રનની ભાગીદારી કરી હતી. જે મહિલા ટીમ ઈન્ડિયાનો ટી20 રેકોર્ડ છે. આ અગાઉ તિરુષી કામિની અને પૂનમ રાઉતે બાંગ્લાદેશ સામે 2013માં 130 રનની ભાગીદારી કરીને કોઈ પણ વિકેટ માટે ટી20નો રેકોર્ડ બનાવ્યો હતો. આ દુનિયાની કોઈ પણ વિકેટ માટે 14મી અને પ્રથમ વિકેટ માટે 8મી સૌથી મોટી ભાગીદારી હતી. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news