IPL 2018: રાજસ્થાનને હરાવીને હૈદરાબાદની ટીમ ટોપ પર પહોંચી

પહેલા બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 151 રનમાં જ સંકેલાઇ ગઇ હતી, જો કે રાજસ્થાન તે સ્કોર પણ પ્રાપ્ત કરી શક્યું નહોતું

IPL 2018: રાજસ્થાનને હરાવીને હૈદરાબાદની ટીમ ટોપ પર પહોંચી

જયપુર : આઇપીએલ 2018માં એકવાર ફરીથી હૈદરાબાદની ટીમે શાનદાર પ્રદર્શન કરતા રાજસ્થાનને 11 રનથી પરાજીત કર્યું હતું. આ સાથે જ આઇપીએલમાં સતત ત્રીજી જીત મેળવી હતી. આ ત્રણ મેચ હૈદરાબાદે પોતાની શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમ માત્ર 151 રનમાં જ સંકેલાઇ ગઇ હતી. જો કે રાજસ્થાનની ટીમ આ નાનકડા સ્કોરને પ્રાપ્ત કરવામાં પણ અસમર્થ રહી હતી. કારણ હતું હૈદરાબાદનાં બોલર્સ. જેનાં પગલે રાજસ્થાન 6 વિકેટનાં નુકસાને માત્ર 140 રન જ બનાવી શકી હતી. 

હૈદરાબાદની તરફથી સિદ્ધાર્થ કૌલે બે વિકેટ ઝડપી. તે ઉપરાંત સંદીપ શર્મા, બાસિલ થંપી, રાશિદ ખાન અને યુસુફ પઠાણે 1-1 વિકેટ ઝડપી હતી. રાજસ્થાન રોયલ્સની તરફથી સૌથી વધારે રન આંજિક્ય રહાણેએ બનાવ્યા. જો કે તેની 65 રનની અણનમ રમત છતા પણ ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ રાજસ્તાનની ટીમ પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇને હરાવીને ટોપ પર પહોંચી.

અગાઉ રાજસ્થાનની ટીમે એકવાર ફરીથી શાનદાર પ્રદર્શન કરતા હૈદરાબાદની ટીમને 151નાં નાનકડા સ્કોરમાં જ સંકેલી લીધી હતી. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમને જોસેફ આર્ચરાનો સામનો કરી શક્યું નહોતું. આર્ચરાએ 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો કૃષ્ણા ગૌતમે પણ 18 રન આપીને 2 વિકેટ ઝડપી લીધી હતી. હૈદરાબાદ તરફથી વિલ્યમસને સૌથી વધારે 63 રન બનાવ્યા હતા. ઉપરાંત હેલ્સે 45 અને પાંડેએ 16 રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news