કોંગ્રેસની નહી પરંતુ એક પરિવારની આક્રોશ રેલી હતી: અમિત શાહ

કોંગ્રેસની જનઆક્રોશ રેલી પર વળતો હૂમલો કરતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે સતત મળી રહેલા પરાજયનાં કારણે ગાંધી પરિવારમાં આક્રોશ છે

કોંગ્રેસની નહી પરંતુ એક પરિવારની આક્રોશ રેલી હતી: અમિત શાહ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ અમિત શાહે રવિવારે કોંગ્રેસને સત્તા ભુખી પાર્ટી ગણાવી હતી. અમિત શાહે અહીં કોંગ્રેસની રેલી પહેલા ટ્વીટ કરીને કહ્યું કે, એક વંશ અને તેનાં દરબારી, જેને એક પછી એક સત્તામાંથી લોકોએ બેદખલ કર્યા, તેઓ હવે જન આક્રોશ રેલીનું પ્રતિનિધિત્વ કરવાનું નાટક કરી રહ્યા છે. આજની કોંગ્રેસની રેલી બીજુ કાંઇ નહી પરંતુ એક પરિવારની આક્રોશ રેલી છે, જે તેની વધતી અપ્રાસંગિકતાને જાહેર કરે છે. 

ભારતીય જનતા પાર્ટીનાં નેતાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની પાર્ટી માત્ર પોતાની સત્તાભુખી પ્રકૃતીનાં કારણે દેશની દરેક સંસ્થાને કચડવાનો પ્રયાસ કરવા માટે માફી માંગવાની પણ અપીલ કરી હતી. અમિત શાહે કોંગ્રેસની રેલી પર વળતો હૂમલો કર્ણાટકમાં એક જનસભા દરમિયાન કર્યો હતો. તેમણે કહ્યું કે, જનતામાં પણ કોંગ્રેસ મુદ્દે આક્રોશ છે અને આ વાત ચૂંટણીમાં કોંગ્રેસને સતત મળી રહેલા પરાજય પરથી સાબિત થાય છે. 

શાહે કહ્યું કે, જો કોંગ્રેસ જનઆક્રોશને જોવા માંગતી હોય તો તેણે એક પછી એક ચૂંટણીનાં પરિણામો જોવા જોઇએ, જ્યાં તેમની પાર્ટી દેશમાં વ્યાપક રીતે હારી ગઇ છે. લોકો હવે કોંગ્રેસનાં ખોટા, ખોખલા વચનો, ભ્રષ્ટાચાર તથા સાંપ્રદાયિકતાને સહન નહી કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news