IPL 2019: વિજય રથ પર સવાર ધોની એન્ડ કંપની સામે હવે સનરાઇઝર્સનો પડકાર

હૈદરાબાદના આ બેટ્સમેને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અડધી સદી ફટકારીને ફોર્મ હાસિલ કર્યું હતું. એક સમયે ચોથા નંબર પર બેટિંગ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ મનાતો રાયડૂ ટીમમાંથી બહાર થવાની હતાશા સનરાઇઝર્સ પર ઉતારવા ઉત્સાહિત હશે. 
 

IPL 2019: વિજય રથ પર સવાર ધોની એન્ડ કંપની સામે હવે સનરાઇઝર્સનો પડકાર

હૈદરાબાદઃ વિશ્વ કપની ટીમમાં જગ્યા બનાવવાથી ચુકેલ અંબાતી રાયડૂ પોતાના બેટથી જવાબ આપવા ઈચ્છશે જ્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલના મેચમાં બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ઉતરશે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવાથી માત્ર એક જીત દૂર છે. તેવામાં રાયડૂનું વિશ્વકપની ટીમમાંથી બહાર રહેવું એકમાત્ર નિરાશાનું કારણ છે. 

હૈદરાબાદના આ બેટ્સમેને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અડધી સદી ફટકારીને ફોર્મ હાસિલ કર્યું હતું. એક સમયે ચોથા નંબર પર બેટિંગ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ મનાતો રાયડૂ ટીમમાંથી બહાર થવાની હતાશા સનરાઇઝર્સ પર ઉતારવા ઉત્સાહિત હશે. 

ચેન્નઈની ટીમ 8 મેચોમાં 14 પોઈન્ટ લઈને ટોપ પર છે જ્યારે સતત 3 મેચ હારી ચુકેલી સનરાઇઝર્સનો આત્મવિશ્વાસ તળીએ છે. તેને ગત મેચમાં દિલ્હીએ પરાજય આપ્યો હતો.  'વૃદ્ધ ઘોડાની ફોજ' ગણાવવામાં આવેલી ચેન્નઈ ટીમની તાકાત તે છે કે તેની પાસે ટીમ સંયોજનમાં વિવિધતા છે. સ્થિતિને અનુરૂપ પ્લાન એ, બી કે સી છે પરંતુ સનરાઇઝર્સ ઓપનિંગ બેટ્સમેન જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નર નિષ્ફળ જવાથી ટીમ દબાવમાં આવી જાઈ છે. 

વોર્નરના 400 અને બેયરસ્ટોના 304 રન બાદ ત્રીજા સ્થાન પર વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવી ચુકેલ વિજય શંકર (132) છે. સનરાઇઝર્સની સમસ્યા તેની મિડલઓર્ડર બેટિંગ રહી છે. મનીષ પાંડેએ 6 મેચોમાં 54, દીપક હુડ્ડાએ 47 અને યૂસુફ પઠાણે માત્ર 32 રન બનાવ્યા છે. 

પઠાણ ઘણા સમયથી જૂની સાખ પર ટીમમાં યથાવત છે પરંતુ લાંબા સમયથી મોટી ઈનિંગ રમી શક્યો નથી. બીજીતરફ ધોનીએ અલગ અલગ સ્થિતિને અનુરૂપ અલગ અલગ સંયોજન ઉતાર્યા છે અને તેની ટીમ કેપ્ટનના વિશ્વાસ પર ખરી ઉતરી છે. 

ચેપોકની ધીમી વિકેટ પર હરભજન સિંહ હોય કે બહારની વિકેટો પર મિશેલ સેન્ટનર, ધોનીની વધુ પડતી રણનીતિઓ સફળ સાબિત થઈ છે. ચેન્નઈ માટે આ સિઝનનો સ્ટાર 40 વર્ષનો ઇમરાન તાહિર રહ્યો છે, જે 13 વિકેટ ઝડપી ચુક્યો છે. સનરાઇઝર્સે ટૂર્નામેન્ટમાં બન્યા રહેવા માટે આ મેચ જીતવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news