IPL-12: પંજાબની રાજસ્થાન સામે સતત બીજી જીત, 12 રને આપી માત
પંજાબની ટીમે આઇપીએલ-12માં રાજસ્થાન સામેની બીજી મેચમાં જીત થઇ છે. તેમને મંગળવારે (16 એપ્રિલ)એ અજીક્ય રહાણેની કેપ્ટનશીપ વાળી રાજસ્થાન રોયલ્સ નીટીમને 12 રને પરાજય આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: પંજાબની ટીમે આઇપીએલ-12માં રાજસ્થાન સામેની બીજી મેચમાં જીત થઇ છે. તેમને મંગળવારે (16 એપ્રિલ)એ અજીક્ય રહાણેની કેપ્ટનશીપ વાળી રાજસ્થાન રોયલ્સ નીટીમને 12 રને પરાજય આપ્યો છે. આ પંજાબની ટીમની આઇપીએલ-12ની પાંચમી જીત છે. આ જીતની સાથે પોઇન્ટ ટેબલ પર પર ટોપ 4માં પહોંચી ગઇ છે. ચેન્નાઇની ટીમ આઠમાંથી સાત મેચ જીતીને પોઇન્ટ ટેબલ પર 14 અંક મેળવીને પ્રથમ સ્થાન પર છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની 32મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને 12 રને હરાવ્યું છે. 183 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 170 રન જ કરી શક્યું હતું. રોયલ્સ માટે રાહુલ ત્રિપાઠીએ સર્વાધિક 50 રન કર્યા હતા. તે સિવાય સંજુ સેમસન, અજિંક્ય રહાણે અને જોસ બટલરે અનુક્રમે 27, 26 અને 23 રન કર્યા હતા. જોકે તેઓ તે સ્ટાર્ટને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. સાતમા ક્રમે બેટિંગ કરવા આવેલા સ્ટુર્ટ બિન્નીએ 11 બોલમાં 33* રન કર્યા હતા, પરંતુ ત્યાર સુધીમાં રનરેટ રાજસ્થાનની પહોંચથી દૂર થઇ ગઈ હતી. પંજાબ માટે અર્ષદીપ સિંહ, મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિને 2-2 વિકેટ લીધી હતી, જયારે એમ અશ્વિને 1 વિકેટ લીધી હતી.
રિષભ પંત નહીં, રાયડૂને બહાર કરવાથી દુખી છે ગૌતમ ગંભીર, ચર્ચા માટે તૈયાર
કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 182 રન કર્યા છે. પંજાબ માટે લોકેશ રાહુલે સર્વાધિક 52 રન કર્યા હતા,પરંતુ તેણે આ માટે 47 બોલ લીધા હતા. તેના સિવાય ડેવિડ મિલરે 40 રન, ક્રિસ ગેલે 30 રન અને મયંક અગ્રવાલે 26 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લે ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા અશ્વિન અંતિમ 2 બોલમાં 2 સિક્સ ફટકારી કુલ 4 બોલમાં 17 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે જોફરા આર્ચરે 3 વિકેટ, જયારે ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ અને ઈશ સોઢીએ 1-1 વિકેટ લીધી હતી.
બંન્ને ટીમના પ્લેઇંગ ઇલેવન
કિંગ્સ ઇલેવન પંજાબ: લોકેશ રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, ડેવિડ મિલર, નિકોલસ પૂરન(વિકેટકીપર), મંદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન(કેપ્ટ્ન), મુજિબ ઉર રહેમાન, મોહમ્મદ શમી, મુરુગન અશ્વિન અને અર્ષદીપસિંહ
રાજસ્થાન રોયલ્સઃ અજિંક્ય રહાણે(કેપ્ટન), જોસ બટલર, સંજૂ સેમસન, રાહુલ ત્રિપાઠી, એષટોન ટર્નર, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, ધવલ કુલકર્ણી અને ઈશ સોઢી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે