સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે: સોનિયા ગાંધી
નાગરિકતા એક્ટને લઇને આખા દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનો વિડીયો સંદેશ જાહેર કરતાં કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે છે. તેમણે કહ્યું કે બધાને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા એક્ટને લઇને આખા દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનો વિડીયો સંદેશ જાહેર કરતાં કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે છે. તેમણે કહ્યું કે બધાને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે. સરકાર લોકો વિરૂદ્ધ તાકાતનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે 'નાગરિકતા એક્ટ ભેદભાવપૂર્ણ છે. નોટબંધીની માફક ફરી એકવાર વ્યકતિને પોતાની તથા પૂર્વજોની નાગરિકતા સાબિત કરવા માટે લાઇનમાં ઉભા રહેવું પડશે.
આ દરમિયાન દિલ્હીમાં નાગરિકતા એક્ટ વિરૂદ્ધ પ્રદર્શન હિંસક થઇ ગયું છે. જામા મસ્જિદથી શરૂ થયેલા પ્રદર્શન દિલ્હીના ઘણા વિસ્તારોમાં ફેલાઇ છે. પ્રદર્શનકારીઓએ દરિયાગંજમાં પોલીસ મથકની બહાર એક કારને આગ ચાંપી દીધી હતી. તો બીજી તરફ દિલ્હી ગેટ પર પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો.
દિલ્હી સ્થિત જામા મસ્જિદ પર શુક્રવારની નમાજ બાદ ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્યારબાદ ઘણા સ્થળો પર પ્રતિબંધ હોવાછતાં ભીડ એકઠી થઇ અને પ્રદર્શન કર્યું હતું. કેટલીક મહિલા પ્રદર્શનકારીઓને પણ પ્રદર્શનમાં જોવા મળી. આ ભીડે શાંતિપૂર્ણ માર્ચ કાઢવાના નામે દિલ્હી ગેટ અને દરિયાગંજ વિસ્તારમાં હોબાળો મચાવ્યો. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને ડીસીપી પોલીસ મથક બહાર ઉભેલી કારને આગ લગાવી દીધી.
16 મેટ્રો સ્ટેશન બંધ
પ્રદર્શનકારીઓના હંગામાને જોતા કેન્દ્રીય સચિવાલય, ચાવડી બજાર, ચાંદની ચોક, રાજીવ ચોક, દિલ્હી ગેટ, લાલ કિલ્લા, જામા મસ્જિદ, ખાન માર્કેટ, જનપથ, પ્રગતિ મેદાન, મંદી હાઉસ, જામિયા મિલિયા ઇસ્લામિયા, જાફરાબાદ, મૌજપુર-બાબરપુર, શિવ વિહાર અને જૌહરી એન્ક્વેલ મેટ્રો સ્ટેશનોને ફરીથી બંધ કરવામાં આવ્યા છે. આ સ્ટેશનો પર ટ્રેનો રોકાશે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે