IPL 2020 RR vs DC : દિલ્હી કેપિટલ્સે રાજસ્થાનને આપ્યો 185 રનનો ટાર્ગેટ

આઇપીએલ (IPL 2020)ની 23મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની વચ્ચે થોડીવારમાં મેચ શરૂ થવા જઈ રહી છે. ત્યારે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે

IPL 2020 RR vs DC : દિલ્હી કેપિટલ્સે રાજસ્થાનને આપ્યો 185 રનનો ટાર્ગેટ

શારજાહ: આઇપીએલ (IPL 2020)ની 23મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની વચ્ચે થોડીવારમાં મેચ શરૂ થવા જઈ રહી છે. ત્યારે રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી કેપિટલ્સના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્યારે રાજસ્થાને ટીમમાં બે ફેરફાર કર્યા છે. અંકિત રાજપૂત અને ટોમ કુરેનની જગ્યાએ એડ્ર્યૂ ટાઈ અને વરૂણ એરોનને સામેલ કર્યા છે.

પહેલાં બેટીંગ કરવા  મેદાનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સને મળ્યો 185 રનનો ટાર્ગેટ. દિલ્હી માટે શિમરોન હેટમેયરે બનાવ્યા સૌથી વધુ 45 રન.

તેમને જણાવી દઇએ કે, દિલ્હી આ સિઝન દરમિયાન સારા ફોર્મમાં છે અને રાજસ્થાન માટે તેનો સામનો કરવો એક મોટો પડકાર છે. દિલ્હીએ અત્યાર સુધી સિઝનમાં 5 મેચ રમી છે જેમાંથી તેણે 4 મેચમાં જીત મેળવી છે. ત્યારે રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. રાજસ્થાને અત્યાર સુધીમાં રમાયેલી 5 મેચમાંથી માત્ર 2 મેચમાં જ જીત મેળવી છે.

દિલ્હીએ રાજસ્થાનને આપ્યો 185 રનનો ટાર્ગેટ
પહેલાં બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા. શિમરોન હેટમેરએ બનાવ્યા સૌથી વધુ 45 રન.

અક્ષર પટેલ થયા આઉટ
દિલ્હી કેપિટલ્સ માટે અક્ષર પટેલ 8 બોલમાં 17 રન બનાવીને આઉટ થઇ ગયા છે. 

શિમરોન હેટમેયરની તોફાની ઇનિંગ પુરી
મેદાન પર મોટો મોટા શોટ લગાવી શિમરોન હેટમેયર આઉટ થઇ ગયા છે. હેટમેયરે 24 બોલમાં 45 રનની ઇનિંગ રમી. 

માર્ક્સ સ્ટોઇનિસની ઇનિંગ થઇ સમાપ્ત
દિલ્હીની મુશ્કેલીઓ વધી. તેવતિયાએ માર્ક્સ સ્ટોઇનિસને પોતાનો શિકાર બનાવ્યો. સ્ટોઇનિસ 39 રન બનાવીને આઉટ થયા. 

ઋષભ પંત પણ થયા રન આઉટ
દિલ્હી કેપિટલ્સની વિકેટ પડી રહી છે. હવે રાજસ્થાનને ઋષભ પંતની મોટી વિકેટ મળી છે. ઋષભ પંત ફક્ત 5 રન બનાવીને રન આઉટ થઇ ગયા છે. 

પાવરપ્લેમાં દિલ્હીની ખરાબ શરૂઆત
પાવરપ્લેમાં દિલ્હી કેપિટલ્સે ત્રણ સ્ટાર બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી છે. પહેલી 6 ઓવરમાં દિલ્હીની ટીમનો સ્કોર છે 51-3.

શ્રેયસ અય્યર થયા રન આઉટ
દિલ્હીની ત્રીજી વિકેટ પડી ગઇ છે. યશસ્વી જાસવાલે વિકેટ પર સીધો થ્રો મારીને અય્યરને પેવેલિયન મોકલી દીધા. શ્રેયસ અય્યર 22 રન બનાવીને આઉટ થયા. 

પૃથ્વી શો થયા આઉટ
ફોર્મમાં જોવા મળે રહેલા પૃથ્વીશોના રૂપમાં દિલ્હીને બીજો ઝટકો લાગ્યો છે. 

શિખર ધવન પરત ફર્યો પેવેલિયન
દિલ્હીને મોટો ઝટકો લાગ્યો છે. આર્ચરની બોલ પર શિખર ધવન આઉટ થયો છે.

દિલ્હી કેપિટલ્સે કરી મેચની શરૂઆત
રાજસ્થાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલી બેટિંગ કરવા ઉતરી દિલ્હીની ટીમે મેચ શરૂ કરી છે. ટીમના ઓપનિંગ બેટ્સમેન મેદાન પર છે.

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, સ્ટીવ સ્મિથ, મહિપાલ લોમર, રાહુલ તેવાતીયા, ટોમ ક્યુરેન, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, કાર્તિક ત્યાગી, અંકિત રાજપૂત.

દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઇલેવન: ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઋષભ પંત, શિમરોન હેટ્મિયર, માર્કસ સ્ટોઈનિસ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, કેગીસો રબાડા, એનરિક નાર્જે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news