પુત્રને ક્રિકેટર બનાવવા માટે પિતાએ છોડી પોલીસની નોકરી, હવે IPL માં કરશે કેપ્ટનસી

ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson) આ વર્ષે આઈપીએલમાં (IPL 2021) પ્રથમ વખત કેપ્ટનશીપ કરતો જોવા મળશે. રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) આ વર્ષે સ્ટીવ સ્મિથને ટીમમાંથી મુક્ત કર્યો

પુત્રને ક્રિકેટર બનાવવા માટે પિતાએ છોડી પોલીસની નોકરી, હવે IPL માં કરશે કેપ્ટનસી

નવી દિલ્હી: ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson) આ વર્ષે આઈપીએલમાં (IPL 2021) પ્રથમ વખત કેપ્ટનશીપ કરતો જોવા મળશે. રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) આ વર્ષે સ્ટીવ સ્મિથને ટીમમાંથી મુક્ત કર્યો અને સંજુ સેમસનને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. 26 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન (Wicketkeeper) સંજુ સેમસન ટીમ ઈન્ડિયા તરફથી 7 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. જોકે તેમનો અભિનય ખૂબ સામાન્ય રહ્યો છે. આ કારણથી ઋષભ પંતની સામે તેનો તેજ ફિક્કો પડી ગયો.

IPL માં શાનદરા રહ્યું સંજુનું પ્રદર્શન
સંજુ સેમસન (Sanju Samson) 7 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 11.86 ની સરેરાશથી 83 રન બનાવી ચૂક્યો છે. આઈપીએલની (IPL 2021) વાત કરીએ તો સંજુ સેમસનએ વધુ સારું પ્રદર્શન કર્યું છે. સંજુ સેમસનએ 107 આઈપીએલ મેચોમાં 27.78 ની સરેરાશથી 2584 રન બનાવ્યા છે. સંજુ સેમસનનો શ્રેષ્ઠ સ્કોર 102 રન છે. સંજુ સેમસન આઇપીએલમાં બે સદી ફટકારી ચૂક્યો છે અને તેણે 13 અડધી સદી પણ ફટકારી છે.

ક્રિકેટર બનવા માટે પિતાએ છોડી હતી પોલીસની જોબ
સંજુ સેમસનને સફળ ક્રિકેટર બનાવવામાં તેના પિતા વિશ્વનાથ સેમસનનો મોટો હાથ છે. સંજુ સેમસનને ક્રિકેટર બનાવવા માટે તેના પિતા વિશ્વનાથ સેમસન પોલીસની નોકરી પણ છોડી દીધી હતી. સંજુ સેમસનને આ વખતે ઇંગ્લેન્ડ સામેની વનડે અને ટી 20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. સંજુ સેમસન આઈપીએલમાં વધુ સારું પ્રદર્શન કર્યા બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં જોડાવા માંગશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news