IPL 2022: હાર્દિક પંડ્યાને આઈપીએલ રમવાની મળી લીલીઝંડી, પાસ કર્યો યો-યો ટેસ્ટ

છેલ્લા કેટલાક સમયથી ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એનસીએમાં યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. હવે તેને આઈપીએલ રમવાની મંજૂરી મળી ગઈ છે. 
 

IPL 2022: હાર્દિક પંડ્યાને આઈપીએલ રમવાની મળી લીલીઝંડી, પાસ કર્યો યો-યો ટેસ્ટ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝનમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને બીસીસીઆઈ તરફથી ટૂર્નામેન્ટ રમવાની લીલી ઝંડી મળી ગઈ છે. યુએઈમાં રમાયેલા આઈસીસી ટી20 વિશ્વકપ બાદથી સતત ફિટનેસ સમસ્યાનો સામનો કરી રહેલાં આ ખેલાડીએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. આઈપીએલની આ સીઝનમાં બે નવી ટીમ અમદાવાદ અને લખનઉને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવી છે. 

ઈજાનો સામનો કરી રહેલો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેંગલુરૂમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ માટે કરાતા યો-યો ટેસ્ટમાં સફળ રહ્યો અને તે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળવા માટે તૈયાર છે. આઈપીએલની શરૂઆત 26 માર્ચથી થઈ રહ્યો છે. આ સત્રમાં આઈપીએલ લીગ રાઉન્ડનું આયોજન મુંબઈ અને પુણેમાં કરવામાં આવશે. 

બીસીસીઆઈએ આઈપીએલ પહેલાં કેન્દ્રીય કોન્ટ્રાક્ટ ખેલાડીઓની ફિટનેસની તપાસ કરી રહ્યું છે તથા પંડ્યાનું એનસીએમાં બે દિવસ દરમિયાનનું પ્રદર્શન ભારતીય ક્રિકેટ માટે પણ સારા સંકેત છે. 

બીસીસીઆઈના સૂત્રોએ કહ્યુ- ફિટનેસ ટેસ્ટ તે ખેલાડીઓ માટે છે, જેણે ઈજામાંથી વાપસી કરી છે. આઈપીએલના વ્યસ્ત સત્ર પહેલા આ ફિટનેસની સામાન્ય આકરણી કરવાનું છે. તે મહત્વનો ખેલાડી છે અને તેની ફિટનેસની વર્તમાન સ્થિતિની આકરણી કરવી જરૂરી છે. 

પરંતુ જાણકારી અનુસાર એક ખેલાડી જેણે પોતાની વર્તમાન ફિટનેસથી નિરાશ કર્યા છે, તે પૃથ્વી શો છે. તે યો-યો ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો. યો-યો ક્વોલીફિકેશનનો વર્તમાન આંકડો 16.5 છે, જ્યારે જાણવા મળ્યું કે આ યુવા ઓપનર તેમાં 15નો સ્કોર કરી શક્યો હતો. શો હાલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓમાં સામેલ નથી, પરંતુ તે પોતાની ફિટનેસની જાણકારી આપવા માટે એનસીએમાં હતો. સૂત્રોએ કહ્યું- આ માત્ર ફિટનેસની આકરણી છે. તેનાથી પૃથ્વી શોને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો રોકી શકાય નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news