IPL 2022 RR vs KKR: રોમાંચક મેચમાં રાજસ્થાને કોલકાતાને હરાવી, ચહલે 17 મી ઓવરમાં હૈટ્રિક લઇ મેચ પલટી

RR vs KKR: ચહલ જ્યારે બોલિંગ કરવા આવ્યો તો કોલકાતાનો સ્કોર 16 ઓવરમાં 4 વિકેટ પર 178 રન હતો. એવું લાગી રહ્યું હતું કે, KKR સરળતાથી જીતી જશે, પરંતુ 17 મી ઓવરમાં ચહલે માત્ર બે રન આપી ચાર વિકેટ લીધી.

IPL 2022 RR vs KKR: રોમાંચક મેચમાં રાજસ્થાને કોલકાતાને હરાવી, ચહલે 17 મી ઓવરમાં હૈટ્રિક લઇ મેચ પલટી

Rajasthan Royals vs Kolkata Knight Riders: મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2022 ની 30 મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હારાવી છે. રાજસ્થાનની આ ચોથી જીત છે. ત્યારે કેકેઆરની ચોથી હાર છે. રાજસ્થાન રોયલ્સે પહેલી ઇનિંગ બદા 20 ઓવરમાં 5 વિકેટ પર 217 રન બનાવ્યા હતા. તેના જવાબમાં કોલકાતાની ટીમ 19.4 ઓવરમાં 210 રન પર આલઆઉટ થઈ ગઈ હતી.

ઘણા ઉતાર-ચઢાવ વચ્ચે આ મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક બની હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે રાજસ્થાને પહલી ઇનિંગમાં જ મેચ વિનિંગ સ્કોર બનાવી લીધો છે. પરંતુ શ્રેયસ અય્યર અને આરોન ફિંચની બેટિંગે મેચ કેકેઆરના પક્ષમાં કરી દીધી હતી. જો કે, 17 મી ઓવરમાં યુજવેન્દ્ર ચહલે હેટ્રિક સહિત કુલ ચાર વિકેટ લઇ રાજસ્થાનની જીત નક્કી કરી દીધી હતી. પરંતુ ત્યારબાદ ઉમેશ યાદવે મેચનું વલણ કેકેઆર તરફ કર્યું હતું. જો કે, તે પણ પોતાની ટીમને જીતાડી શક્યો નહીં. ઉમેશે માત્ર 9 બોલમાં 2 સિક્સ અને એક ચોક્કાના મદદથી 21 રન બનાવ્યા.

રાજસ્થાને આપેલા 218 રનના ટાર્ગેટનો પીછો કરતી કોલકાતાએ આજે ઓપનિંગમાં ફેરફાર કર્યો હતો. સુનીલ નારેન અને આરોન ફિંચ ઇનિંગની શરૂઆત કરવા આવ્યા, પરંતુ નારેન શૂન્ય રન પર આઉટ થઈ ગયો. ત્યારબાદ શ્રેયસ અય્યર અને ફિંચે બેટિંગ કરી. ફિંચે 28 બોલમાં 9 ચોક્કા અને 2 સિક્સની મદદથી 58 રન બનાવ્યા. ત્યારે અય્યરે માત્ર 51 બોલમાં 85 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે બેટિંગ દરમિયાન 7 ચોક્કા અને 4 સિક્સ ફટકારી હતી.

16 ઓવરમાં કોલકાતાનો સ્કોર 4 વિકેટ પર 178 રન હતો. એવું લાગી રહ્યું હતું કે શ્રેયસ અય્યરની ટીમ સરળતાથી મેચ જીતી જશે. પરંતુ 17 મી ઓવરમાં ચહલે હેટ્રિક સહિત ચાર વિકેટ લઇ મેચ પલટી નાખી હતી. અંતમાં ઉમેશ યાદવે કેકેઆરને જીતાડવા માટે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે માત્ર હારના અંતરને ઘટાડી શક્યો હતો.

રાજસ્થાન રોયલ્સ માટે યુજવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 40 રન આપી પાંચ વિકેટ ઝડપી. ત્યારે ઓબેડ મેકોયે 3.4 ઓવરમાં 41 રન આપી બે વિકેટ લીધી હતી. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણા અને અશ્વિને એક-એક વિકેટ ઝડપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news