Loudspeaker Row: UP માં લાઉડ સ્પીકર અને જૂલૂસ અંગે યોગી સરકારે લીધા મહત્વના નિર્ણય, ખાસ જાણો

દેશભરમાં લાઉડસ્પીકર અને અઝાનના અવાજને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી  પહેલ કરી છે. તેમણે યુપીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે સોમવારે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી. 

Loudspeaker Row: UP માં લાઉડ સ્પીકર અને જૂલૂસ અંગે યોગી સરકારે લીધા મહત્વના નિર્ણય, ખાસ જાણો

Yogi Adityanath On Loudspeaker Row: દેશભરમાં લાઉડસ્પીકર અને અઝાનના અવાજને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી  પહેલ કરી છે. તેમણે યુપીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે સોમવારે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી. દેશમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાના ષડયંત્રો વચ્ચે યુપીના સીએમ યોગી આદિત્યનાથે સોમવારે બેઠક કરીને હાલાત નિયંત્રિત કરવા માટે અનેક મહત્વના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે પ્રદેશમાં તમામ ઓફિસરોએ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય. ધાર્મિક જૂલૂસ અંગે પણ નિર્દેશ આપ્યા.  

સીએમ યોગીએ કહ્યું કે તમામ લોકોને પોતાની ધાર્મિક વિચારધારા મુજબ પોતાની ઉપાસના પદ્ધતિને માનવાની સ્વતંત્રતા છે. તેના માટે માઈક અને સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ પણ થઈ શકે છે. પરંતુ એ સુનિશ્ચિત કરવામાં આવે કે સાઉન્ડ સિસ્ટમનો અવાજ તેમના ધાર્મિક પરિસરની બહાર ન જાય. 

મુખ્યમંત્રીએ કહ્યું કે સાઉન્ડ સિસ્ટમના ઉપયોગની મંજૂરી ફક્ત એ શરત પર આપી શકાય કે તેનાથી અન્ય લોકોને કોઈ અસુવિધા થવી જોઈએ નહીં. આ સાથે જ નવા ધાર્મિક સ્થળો પર માઈક અને સાઉન્ડ સિસ્ટમ લગાવવાની મંજૂરી આપવામાં ન આવે. તેમણે પ્રદેશના તમામ પોલીસ-પ્રશાસનના અધિકારીઓને આ માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો. તેમણે નિર્દેશ આપ્યો કે પોલીસસ્ટેશન ઈન્ચાર્જ, સીઓ, પોલીસ કેપ્ટનથી લઈને જિલ્લાધિકારી-મંડળાયુક્ત સુધીના તમામ પ્રશાસનિક/પોલીસ અધિકારીઓની 4 મે સુધીની રજાઓ તત્કાળ પ્રભાવથી રદ થશે. જે અધિકારીઓ હાલ રજાઓ પર છે તેમણે આગામી 24 કલાકની અંદર ડ્યૂટી પર હાજર થવું પડશે. 

माइक का प्रयोग किया जा सकता है, लेकिन यह सुनिश्चित हो कि माइक की आवाज़ उस परिसर से बाहर न आए।

अन्य लोगों को कोई असुविधा नहीं होनी चाहिए।

नए स्थलों पर माइक लगाने की अनुमति न दें: #UPCM श्री @myogiadityanath जी pic.twitter.com/ZAFiiehtj6

— CM Office, GoUP (@CMOfficeUP) April 18, 2022

સીએમ યોગીએ સોમવારે લખનઉમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રદેશના પોલીસ-પ્રશાસનના અધિકારીઓ સાથે સંબોધિત કરી. તેમણે અધિકારીઓને પ્રદેશની કાયદા વ્યવસ્થા અંગે વિગતો પૂછી. ત્યારબાદ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરનેલઈને નવી માર્ગદર્શિકા જાહેર  કરી. તેમણે અધિકારીઓને ચેતવણી આપી કે માર્ગદર્શિકાનું પાલન ન કરાવનારા દોષિત ઓફિસરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે નિર્દેશ આપ્યો કે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસફોર્સ તૈનાત કરવામાં આવે. ડ્રોનનો ઉપયોગ કરીને સ્થિતિ પર નજર રાખવામાં આવે. દરરોજ સાંજે પોલીસ ટીમ ફૂટ પેટ્રોલિંગ કરે. પીઆરવી 112 એક્ટિવ રહે. 

અત્રે જણાવવાનું કે દેશભરમાં હાલ ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર્સ પર થનારા શોર અંગે વિવાદ છેડાયો છે. લોકોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે પણ લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને દિશા નિર્દેશ આપેલા છે. આમ છતાં એક સમુદાયની દબંગાઈના કારણે રાજ્યોની સરકારો લાઉડ સ્પીકરના દુરઉપયોગ પર લગામ લગાવવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે અન્ય સમુદાયના લોકો પણ પ્રતિક્રિયામાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી રહ્યા છે. જેનાથી ધ્વનિ પ્રદૂષણની સાથે જ સામાજિક સૌહાર્દ પણ ડહોળાઈ રહ્યો છે. 

— CM Office, GoUP (@CMOfficeUP) April 18, 2022

મંજૂરી વગર જૂલૂસ નહી કાઢી શકાય
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કોઈ પણ શોભાયાત્રા/ધાર્મિક જૂલૂસ વિધિવત મંજૂરી વગર કાઢી શકાશે નહીં. મંજૂરી આપતા પહેલા આયોજક પાસેથી શાંતિ-સૌહાર્દ જાળવી રાખવા મામલે સોગંદનામું લેવામાં આવે. મંજૂરી ફક્ત તે જ ધાર્મિક જૂલૂસને આપવામાં આવે જે પરંપરાગત હોય. નવા આયોજનોને અનાવશ્યક મંજૂરી ન આપવામાં આવે. 

તેમણે વધુમાં કહ્યું કે ધાર્મિક કાર્યક્રમ, પૂજા પાઠ વગેરે નિર્ધારિત સ્થળ પર જ થાય. એ પણ સુનિશ્ચિત કરે કે રોડ માર્ગ, ટ્રાફિકમાં વિધ્ન નાખીને કોઈ ધાર્મિક આયોજન ન થાય. સીએમએ કહ્યું કે આવનારા દિવસોમાં અનેક મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારો છે. ઈદનો તહેવાર અને અક્ષય તૃતિયા એક જ દિવસે હોવાની શક્યતા છે. આવામાં વર્તમાન સ્થિતિને જોતા પોલીસે વધુ સંવેદનશીલ રહેવું પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે સ્ટેશન ઈન્ચાર્જથી લઈને એડીજી સુધી આગામી 24 કલાકની અંદર પોત પોતાના વિસ્તારના ધર્મગુરુઓ અને સમાજના અન્ય પ્રતિષ્ઠિત લોકો સાથે સતત સંવાદ જાળવી રાખે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news