IPL 2023 Auction : આ જગ્યાએ ફ્રી જોવા મળશે આઈપીએલ ઓક્શનનું લાઇવ સ્ટ્રીમિંગ, જાણો વિગત

આઈપીએલ (IPL 2023 Auction) ના મિની ઓક્શન દરમિયાન સૌથી મોટા પર્સની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ઉતરશે. દરેક 10 ટીમ પોતાની પરફેક્ટ સ્ક્વોડ બનાવવાનો પ્રયાસ કરશે. 

IPL 2023 Auction :  આ જગ્યાએ ફ્રી જોવા મળશે આઈપીએલ ઓક્શનનું લાઇવ સ્ટ્રીમિંગ, જાણો વિગત

નવી દિલ્હીઃ IPL 2023 auction live streaming: હરાજીમાં સામેલ થનારા ખેલાડીઓની યાદી જાહેર કરવાની સાથે ભારતીય ક્રિકેટ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના યોજાનારા મિની ઓક્શનની તૈયારી શરૂ કરી દીધી છે. કોચ્ચીમાં 23 ડિસેમ્બરે યોજાનાર હરાજી માટે બીસીસીઆઈએ બોલગટ્ટી દ્વીપમાં ગ્રાન્ડ હયાતના બે માળ બુક કરી લીધા છે. મિની ઓક્શન 23 ડિસેમ્બરે એક કલાકના બ્રેકની સાથે કુલ 7 કલાકમાં પૂર્ણ થશે. 

હરાજીના દિવસ પહેલા તમામ 10 ફ્રેન્ચાઇઝી 21 ડિસેમ્બરે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો સાથે બેઠક કરશે. આ દિવસે ફ્રેન્ચાઇઝીને ખેલાડીઓની ઉપલબ્ધતા પર કેટલીક સ્પષ્ટતા મળશે. તો મિની હરાજી માટે પ્રસારકોની સાથે 22 ડિસેમ્બરે વધુ એક બેઠક થશે. 

આઈપીએલ 2023ની હરાજીની વિગત

IPL 2023 ની હરાજી ક્યારે થશે?
આઈપીએલ 2023ની હરાજી 23 ડિસેમ્બરે કોચ્ચીમાં થશે. 

ક્યારે શરૂ થશે આઈપીએલ 2023ની હરાજી?
આઈપીએલ 2023ની હરાજી બપોરે 2.30 કલાકે શરૂ થશે.

આઈપીએલની હરાજીનું આયોજન ક્યાં થશે?
આઈપીએલ 2023ની હરાજી 23 ડિસેમ્બરે કોચ્ચીમાં યોજાશે. 

આઈપીએલ 2023ની હરાજીનું પ્રસારણ કઈ ચેનલ પર થશે?
આઈપીએલ 2023 હરાજીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. 

IPL 2023 નું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
Jio ગ્રાહક IPL 2023 ઓક્શનનું લાઇવ સ્ટ્રીમિંગ JioCinema પર ફ્રી જોઈ શકે છે. 

આઈપીએલ 2023ના ઓક્શનના નિયમ
દરેક ફ્રેન્ચાઇઝીને બજેટના 75 ટકા ખર્ચ કરવા પડશે. આઈપીએલ 2023ના મિન ઓક્શનમાં કોઈ ફ્રેન્ચાઇઝી પાસે રાઇટ ટૂ મેચ (આરટીએમ) કાર્ડનો વિકલ્પ હશે નહીં. દરેક ફ્રેન્સાઇઝીની સ્ક્વોડમાં ઓછામાં ઓછા 18 ખેલાડી અને વધુમાં વધુ 25 ખેલાડી સામેલ થશે. 

આઈપીએલ 2023 ઓક્શન માટે ટીમો પાસે બાકી રૂપિયા
મુંબઈ ઈન્ડિયન્સ: રૂ. 20.55 કરોડ
ચેન્નઈ સુપર કિંગ્સઃ રૂ. 20.45 કરોડ
દિલ્હી કેપિટલ્સ: રૂ. 19.45 કરોડ
રાજસ્થાન રોયલ્સ: રૂ. 13.2 કરોડ
લખનૌ સુપર જાયન્ટઃ રૂ. 23.35 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ રૂ 8.75 કરોડ
ગુજરાત ટાઇટન્સઃ રૂ. 19.25 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સઃ રૂ. 7.05 કરોડ
પંજાબ કિંગ્સઃ રૂ. 32.2 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદઃ રૂ. 42.25 કરોડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news